________________
"
પગ્દર્શનની સકલના
૩૯૭ વૈશેષિક–સાંખ્ય સર્વને અવકાશ છે. વિજ્ઞાનભિક્ષુએ બતાવેલું સાંખ્યનું સ્વરૂપ યથાર્થ છે એમ સાંખ્યને નિરીશ્વરવાદ માનનાર રા. ઠાકરથી કહી શકાશે નહિ, અને એમાં વેદાન્તનું જે સ્વરૂપ બતાવ્યું છે તે પણ શાંકરવેદાન્તથી ભિન્ન હાઈ શાંકરમતાનુયાયીથી સ્વીકારી શકાશે નહિ. વળી વસ્તુતઃ ઉપનિષદ્નાં વાકયે જોતાં વિજ્ઞાનભિક્ષુએ બતાવેલું પ્રાચીન વેદાન્તનું એ સ્વરૂપ યથાર્થ પણ જણાતું નથી.
(૨) મધુસૂદનસરસ્વતીના યત્ન છએ દર્શનની સંગતિ કરવાના છે. એમણે તે તે દર્શનને અમુક અમુક અંશ—જે અંશને અન્ય દર્શન સાથે વિરોધ ન હાય તેવા અંશ——લઈ, સર્વને એક વિચારધટનામાં જોડ્યાં છે. આથી પ્રાચીન દર્શનનેા આપણે મેાક્ષસાધનામાં શા ઉપયેાગ કરવા એ સંબન્ધી સારી સૂચના મળે છે. પણ તે તે અંશને એકલા લેતાં એમાં જે જે અપૂર્ણતા રહે છે તેને અન્ય અન્ય દર્શને ઇતિહાસક્રમમાં કેવી કેવી રીતે પૂરી પાડી છે— એ સંબન્ધી જ્ઞાન તેા ઇતિહાસના દીપ વિના મળવું અશક્ય છે. વળી ‘પ્રયાજન ’–શબ્દ વાપરીને મધુસૂદનસરસ્વતીએ તે તે દર્શનની મેાક્ષસાધનામાં વ્યવહારૂ ઉપયેાગિતા (Practical usefulnsss) શી છે એ બતાવવાના જ ઉદ્દેશ રાખ્યા જણાય છે. વસ્તુતઃ તે દર્શનની ઉત્પત્તિના કે વિકાસને વિચાર ( genesis ) એમના નિરૂપણના હેતુ નથી. એ નિરૂપણ અતિહાસિક સાધનને અભાવે એમનાથી ખની શકે એમ હતુ પણ નહિ,
(૩) તે જ પ્રમાણે તર્કદીપિકામાં અહંભટ્ટે મેાક્ષના સાધનને અંગે ન્યાયદર્શનની ઉપયાગિતા બતાવી છે, અને યાગાદિક દર્શના પણ એમાં કેવી રીતે સાદ્યકારી થાય એ જણાવ્યુ છે—એ દનાની ઉત્પત્તિને વિચાર એમણે કર્યો નથી.
આ ત્રણે સંગતિ વિચારધટનાની ( logical ) છે, અને એક વખત દર્શના ઉત્પન્ન થઈ ગયા પછી, એને આપણા શ્રેયઃસાધનમાં કેવી રીતે ઉપયાગમાં લેવાં એ વ્યવહારૂ ઉદ્દેશ ( Practical end ) માથી સૂઝેલી છે. *જેમકે, અત્યારે શંકર રામાનુજ વગેરે આચાર્ચીના સિદ્ધાન્તમાંથી જુદા જુદા અંશા લઈ સર્વના આપણા ધાર્મિક જીવનમાં આપણે ઉપયેગ કરી શકીએ એમ છે, અને એ રીતે એમના અવિરાધ સાધી શકાય છે. પરંતુ તેટલા ઉપરથી એમ પ્રતિપાદન કરવું કે તે તે આચાર્યંના સિદ્ધાતમાં મૂળ વસ્તુતઃ મતભેદ હતા જ નહિ, અને સર્વેએ જાણી જોઇને ટુકડા તૈયાર કર્યા હતા એવા ઉદ્દેશથી કે પાછળના જમાનાના લેાક એ