________________
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન
૫૫
છે તથા પાળવાનું કહે છે. બૃહસ્પતિ તેમ કરવામાં કારણ બતાવે છે કે " देशजातिकुलानां च ये धर्मास्तत्प्रतिताः । तथैव ते पालनीयाः અમરત્યયથા પ્રા.” “દેશ કુળ અને જાતિના ધર્મ જેવા ચાલ્યા આવે છે તેવા જ પાળવા, નહિ તે પ્રજામાં ખળભળાટ થઈ જાય.”— અર્થાત રાજ્યની શાનિત ખાતર આ નિયમ છે. આવા રિવાજોને બનતાં સુધી આર્ય કરવાને મનુ આગ્રહ ધરાવે છે, અને કહે છે કે રવિरितं यत् स्यात् धार्मिकैश्च द्विजातिभिः। तद्देशकुलनातीनामविरुद्धं ઘરપત” અર્થાત ઉચ્ચ નીતિની ભાવનાને બનતાં સુધી દેશ કુલ અને જાતિના રિવાજ સાથે જોડવી. આ સિધુ નદીના તટથી કન્યાકુમારી સુધી પ્રસર્યાં એ દરમિયાન એમણે કેવા કેવા રીતરિવાજ જોયા હશે ? એ રીતરિવાજ જેવાથી તથા એના સંસર્ગમાં આવવાથી એમના પિતાના રીતરિવાજ ઉપર કેવી કેવી અસર થઈ હશે – એ ઇતિહાસને મહિમા સમઝનાર કેમ ભૂલી શકે? મનુસ્મૃતિમાં આસુર રાક્ષસ પૈશાચ આદિ વિવાહના, અને કુંડ ગોલક ગૂઢજ કાનીન અપવિદ્ધ આદિ પુત્રના પ્રકાર નેધ્યા છે તેથી એ જાતના પુત્ર ઉત્પન્ન કરવામાં મનુને આશ્રય લેવો ઉચિત ગણાશે? વિશાળ દેશના અને અનેક જાતિના કાયદા બાંધનાર તરીકે મનુને પિતાના પૂર્વકાળના તેમ જ પિતાના . સમયના નિા વ્યવહાર પણ ધ્યાનમાં રાખવા પડ્યા છે. એ વ્યવહારને નીતિની ભાવનાથી સુધારવાને વા ઊખેડવાને પણ પિતે યત્ન કરે છે. પણ એ વ્યવહારને એક સ્મૃતિકાર તરીકે એ ભૂલી શકે નહિ. આનું એક ઉદાહરણઃ “નિયોગ (ભાઈની વિધવામાં પ્રજોત્પત્તિ)ને રિવાજ એ વર્ણવે છે, પણ અનેતે કહે છે કે વેનરાજાએ વર્ણોને સંકર કરી દીધે તે પછીથી નિયેાગ નિન્ય ગણાય છે. બીજું ઉદાહરણ માંસભક્ષણ-બ્રાહ્મણ જાતિમાં પણુ–મનુસ્મૃતિકારને જાણીતું છે. અને અનેક જાતનાં માંસમાં એ ભક્ષ્યાભક્ષ્યને વિવેક કરે છે, પણ “પ્રવૃત્તિષ જૂતાનાં નિવૃત્તિસુ મીં
રા” આમ એક જ વાક્યમાં માંસભક્ષણને ચાલુ રિવાજ—એ પ્રત્યે મનુષ્યની સ્વાભાવિક પ્રવૃત્તિ નોંધવાની સાથે, અહિંસાની ઊંચી ભાવના તરફ પોતાનું અત્તરનું વલણ પ્રકટ કરી દે છે. ઘૂત રમનારને દેશપાર કરવાનું એ કહે છે, પણ ખરેખર વ્યવહારમાં એ આજ્ઞા અમલમાં મૂકાતી
" ततः प्रभृति यो मोहात् प्रमीतपतिको त्रियम् । नियोजयत्यपत्यार्थ तं हि गईन्ति साधवः" ॥