________________
શાસ્ત્રષ્ટિએ “ હિરજને 'ને પ્રશ્ન
अशौचमनृतं स्तेयं नास्तिक्यं शुष्कविग्रहः । कामः क्रोधश्च तर्षश्च स्वभावोऽन्तेवसायिनाम् ॥ —‹ અશૌચ, અસત્ય, ચારી, નાસ્તિકતા, શુષ્ક કલહ, ક્રોધ અને તૃષ્ણા એ અન્ત્યજોને સ્વભાવ છે.'× અહી પણ એ વિચાર ઉપસ્થિત થાય છે કે એક શૂદ્ર બ્રાહ્મણ કન્યા સાથે પરણે અને પ્રજોત્પત્તિ કરે તે એ પ્રજા ઉપર જણાવેલા ગુણવાળા થઈ જાય એ સંભવ છે ? અનુમાન તે એમ જ થાય છે કે મૂલ ‘ ચંડાલ’ તે ચ’ડ પ્રકૃતિની અનાર્ય જાતિ હેવી જોઇએ અને એનાથી દૂર રહેવા માટે એને અડવાના નિષેધ છે. રામાયણુમાં આપેલું ચડાલનું નીચેનું વર્ણન વાંચતાં એની અનાર્યતા સ્પષ્ટ દેખાઈ આવે છે.
૪૦
अथ रात्र्यां व्यतीतायां तस्यां राजा बभूव ह । चण्डालदर्शनो राम सद्य एव दुराकृतिः ॥ नीलपीताम्बरधरो रक्ताम्बरकृतोत्तरः । संरब्धताम्रधोराक्षः करालो हरिपिङ्गलः । ऋक्षचर्म निवासी व लोहाभरण भूषितः ॥
—રાત પૂરી થતાં, લાલ અને વિકરાળ દેખાવ, લીલે। પીળા રંગ, લેાઢાનાં આભૂષણુ, અને રીંછનું ચામડું પહેરેલું——એવી ચાંડાલની આકૃતિ રાજાની થઈ ગઈ.
આ વર્ણન ઉપરથી તેમ જ અન્યત્ર જોવામાં આવતાં શ્મશાનવાસ વગેરે લક્ષણ ઉપરથી ચંડાલ એ એક અનાય જાતિનું જ વિશેષનામ હાવું જોઇએ એ ખુલ્લું છે. છતાં ઉપર જણાવેલા* સંકરથી જ એ જાતિ ઉત્પન્ન થએલી માનીએ તાપણુ સાધારણ શૂદ્ર અને બ્રાહ્મણીના વિવાહથી ઉપર ચીતરી છે તેવી ચંડતા સંભવતી નથી. એટલે ચ’ડાલ-માતા બ્રાહ્મણી અનાર્ય શૂદ્રને ધેર્ નીકળી ગએલી માનવી જોઇએ. હવે વર્તમાન સમયના × આ Àાક શિક્ષકૅાપયેાગી હિન્દુ વેદધર્મના “ ચાર વર્ણી”ના પાઠમાં મેં ટાંકયેા છે. એ સંન્યે એક અન્ત્યજશાળાના શિક્ષકે મને આક્ષેપરૂપે લખી મેાકલ્યુ કે અન્ત્યજો સ્વભાવે આવા નથી હેાતા, મને દિલગીરી થાય છે તે એકે શિક્ષકે એ વાતમાંથી જે અનુમાન કાઢવું જોઈતું હતું તે ન કાઢયું, અને નૃથા મ્હારા ઉપર કાપ કર્યો: અનુમાન સ્પષ્ટ છે કે શાસ્ત્રકારએ જે અન્ત્યજોને અસ્પૃસ્ય ગણ્યા છે તે ઉપરના ગુણવાળાને જ.
બ્રાહ્મણીમાં શાથી.