________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
૪૧૯ ભાવાર્થ –“સાંખ્યશાસ્ત્રનું મુખ્ય તાત્પર્ય, પુરુષાર્થ અને પુરુષાર્થનું સાધન જે પ્રકૃતિ–પુરુષ વચ્ચે વિવેકખ્યાતિ, તેનું પ્રતિપાદન કરવાનું છે; અને તેથી “રિસિદ્ધ ઇત્યાદિ ઈશ્વરના પ્રતિષેધનું જે પ્રકરણ છે તે વિવેકજ્ઞાનના પ્રતિબંધકને દૂર કરવા માટે, ઐશ્વર્ય પ્રત્યે વૈરાગ્ય ઊપજાવવા માટે, અભ્યપગમવાદ અને પ્રૌઢિવાદે કરીને જ છે એમ સાંખ્યભાષ્યમાં વારેવાર બહુ સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે. અને “ રાતિ' એ સૂત્રમાં જે અસિદ્ધિ'–પદ છે તે ખાસ તાત્પર્યપૂર્વક મુકેલ છે (નથી એમ નહિ, પણ સિદ્ધ થઈ શકતો નથી–અર્થાત દુય–જુવો ઉપર સાંખ્યપ્રવચન ભાષ્યનાં વચને જેને માલશાસ્ત્રી અત્રે ઉલ્લેખ કરે છે.) અને તેથી જે મુખ્ય પ્રતિપાદન કરવાનું હોય તે જ વસ્તુમા એ વચનનું પ્રામાણ્ય માનવું અને બાકીને વિષય અભ્યપગમવાદે કરીને પ્રતિપાદન કર્યો છે એમ કલ્પના કરવી. આ રીતે અર્થ કરતા, સાખ્યશાસ્ત્રમાં પરમેશ્વર છે એમ માનવાથી એ શાસ્ત્રના અનુયાયીઓને કાંઈ હાનિ નથી. તથાપિ યથાશ્રત–શબ્દશઃ અર્થ ગ્રહણ કરનારા અવગું (પાછલી વા ઊતરતી) દષ્ટિવાળાના સંતોષ માટે સંક્ષેપમાં નિરીશ્વરવાદની ઉ૫પત્તિ કરવામાં આવે છે.”
[ ઈ. સ. ૧૮૬૬ નુ કાશવિદ્યાસુધાનિધિ (પંડિત)] અને એને સાંખ્યપ્રવચનભાષ્યને આધાર છે એમ મારા જાણવામા આવ્યું. પરંતુ તેટલાથી શારીરકભાષ્ય, સર્વદર્શનસંગ્રહ વગેર ઘણું અનુવાદક ગ્રન્થની, તેમ જ એ જ પ્રમાણુથી બંધાએલા યુરેપિયન વિદ્વાનના મતની મારા મન ઉપર જે છાપ પડી હતી તે બદલાઈ નહિ. દરમિયાન “ઈશ્વર નથી” અને “ઈશ્વર સિદ્ધ થઈ શકતું નથી” એ બે વચન વચ્ચે કેવો ગંભીર અને વાસ્તવિક ભેદ છે એ પાશ્ચાત્ય ફિલસુફ કાર સ્પેન્સરના તત્ત્વજ્ઞાનના અભ્યાસથી ભારા જાણવામાં આવ્યું અને તે વખતથી ફુગ્ગફિર” ની જે વ્યાખ્યા મેં પૂર્વે સાભળી હતી તે યથાર્થ છે એમ અને પ્રતીતિ થઈ. છતાં પણ સાખ્યસૂત્રના કર્તા સેશ્વરવાદી હશે એમ મને ખાતરી થઈ નહિ. પરંતુ સાખ્યભાષ્યકારનુ કહેવુ નિરાધાર નહિ હોય એવા વિશ્વાસથી સાંખ્યશાસ્ત્રને ઇતિહાસ મે ઉકેલવા માડ્યો, અને આપણું પ્રાચીન ગ્રન્થામાં જ્યાં જ્યાં સાંખ્યનું નિરૂપણ અને સાખ્યના ઉલ્લેખ છે ત્યાં ત્યાં વિશેષ મનન કરતા મને જણાયુ કે પતંજલિનુ સાખ્ય સેશ્વરવાદી છે, એટલું જ નહિ, પરંતુ કપિલના સાંખ્યમાં પણ એકદેશ સેશ્વરવાદનો છે, અને તે નિરીશ્વરવાદ કરતાં જુને છે, અને આ જે નિરીશ્વરવાદ છે તે