________________
४३८
મૂર્તિપૂજા તે પરમાત્મા તરફ ઊછળતી નથી એ વિરોધી વાયો છે. તુકારામ આદિ મૂર્તિપૂજક હતા, તેઓ ખરા ભક્ત ન હતા એમ કોણ કહેશે? પરમાત્માનું દર્શન કરવું એટલું જ કામ છે, અને એ દર્શન વસ્તુતઃ થાય છે કે કેમ એટલો જ પ્રશ્ન છે. પર્વતમાં પરમાત્મદર્શન થાય છે તેમ મૂર્તિમાં પણ થાય છે, ખરી વાત છે કે પર્વતાદિકમાં જે પરમાત્માની ભવ્યતા નજરે પડે છે, તે મૂર્તિમાં નથી પડતી. આ વાત આપણાં શાસ્ત્રોને પણ સંમત છે, અને તેથી એ પર્વતસમુઘદિકનાં યાત્રા પૂજન આદિને વિધિ કરે છે. અલ્ય પ્રતિભાવાળા માણસોને પર્વતાદિકમાં પરમાત્મદર્શન થતાં વાર લાગે છે, વા થાય છે તો પણ કંઈક નિર્બળ રહે છે—માટે વિશેષમાં શાસ્ત્રો મૂર્તિપૂજાને પણ ઉપદેશ કરે છે, જેથી ભક્તને પરમાત્મા હારા ઘરમાં છે, મહારી નજર આગળ છેએમ ઉત્કટ અનુભવ થાય, અને શાતિ મળે.
ગયા અંકમાં અમારા એક મિત્રે, મિસિસ ઍનિ બેસંટે અમદાવાદમાં આપેલા “ભક્તિ' ઉપરના ભારણને સાર આપીને છેવટે લોર્ડ કાલેમાંથી એક ઊતારે ટાંકો હતો–એવી મતલબને કે, યહુદી ધર્મ જગતમાં બિલકુલ ન વળે અને ક્રિશ્ચયન ધર્મને વ્યાપી જતાં વાર ન લાગી તેનું કારણ એ હતું કે નિરંજન નિરાકારને વિચાર તત્ત્વજ્ઞાનીઓને ગમે તેટલો સારો લાગતું હોય પણ સામાન્ય લોકને તે એમનાં સુખદુઃખમાં ભાગ લેતા અને મનુષ્યાકારવાળે ઈશ્વર જ જોઈએ છે, એ વાત સ્વીકારીને ક્રિશ્ચયન ધર્મ મૂર્તિપૂજા દાખલ કરી, અને યહુદી ધર્મે તેમ ન કર્યું. પણ અમે તે આ કરતાં પણ બહુ આગળ વધીને કહીએ છીએ કે મૂર્તિપૂજા સામાન્ય જનમંડળ માટે જ નહિ, પણ તત્વજ્ઞાનીઓને પણ સ્વાભાવિક છે—ધાર્મિકતાનું એ નીચલું પગથિયું નથી, પણ બહુ ઊંચું પગથિયું છે. તમે કહેશે કે જે જંગલી પ્રજામાં જોવામાં આવે છે એ વસ્તુને ઉત્તમ કેમ કહેવાય ? આનો ઉત્તર કે, મૂર્તિપૂજા જંગલી પ્રજામાં જોવામાં આવે છે એ વાત એની અધમતા નહિ, પણ વ્યાપતા સિદ્ધ કરે છે. મૂર્તિપૂજા જ શા માટે? જંગલી પ્રજામાં તે શું ધાર્મિકતા પણ નથી જોવામાં આવતી? પણ એટલા ઉપરથી ધાર્મિકતાને જંગલી પ્રજાનું લક્ષણ ગણી ફેકી દેવાનું કયો ધામિક જન સૂચવશે?
માટે અમને તે લાગે છે કે–મૂર્તિપૂજા એ ખરી ધમકતાને ઉદગાર છે, પર તત્ત્વને પ્રત્યક્ષ કરી જેવા, સેવવા અને આસિગવાને યત્ન છે. જન યાહુદી ધર્મના વખતમાં અને તે પહેલાં ઘણે વખત, બેબિલોનિયા