________________
મૂર્તિપૂજા
૧૪
ભાવે થ
માન સાથે ની આ દલીલ
ર્ણ
મૂર્તિપૂજા
(વિચારમાલા) વળી, ગયા અંકમાં ડૉકટર ભાંડારકરે અત્રે પ્રાર્થનાસમાજમાં આપેલા ઉપદેશનું અવલોકન કરતાં, અમે લખ્યું હતું કે “અખિલ વિશ્વ પરમાત્મામાંથી નીકળ્યું છે અને તેથી અમુક મૂર્તિને જ પરમાત્મારૂપ માનવી એ બ્રાન્તિ છે. ડૉક્ટર ભાંડારકરની આ દલીલ અમારે કબૂલ છે, પણ એ વિદ્વાન માટે પૂર્ણ માન સાથે અમારે કહેવું જોઈએ કે મૂર્તિપૂજા પરમાત્મભાવે થઈ હોય તે પણ ખોટી જ, અને હિન્દુઓ મૂર્તિને જ પરમાત્મા માને છે, એ વાત યથાર્થ જણાતી નથી.” આ શબ્દનું કાંઈક આજ વિશેષ સ્પષ્ટીકરણ કરીએ.
હિન્દુઓ મૂર્તિને જ પરમાત્મા માને છે એ કહેવું સત્ય છે?
મિ. રાનડે જેવા એક પ્રાર્થનાસમાજી જ શું કહે છે એ જુવેદ મહારાષ્ટ્ર પ્રજાના ઉદય સંબન્ધી એમના પુસ્તકના “મહારાષ્ટ્રના સન્ત” નામના પ્રકરણમાં એ નીચે પ્રમાણે લખે છે –
"It is a complete misunderstanding of their thoughts and ideas on this subject when it is represented that these gifted people were idolators in the objectional sense of the world. They did not worship stocks and stones...... These illustrations will serve to show in what light image-worship, as an aid to devotion, was utilized by these saints, and unless this distinction is borne in mind, it will be impossible to understand the true position occupied by these teachers in this important matter”. ' અર્થાત મૂર્તિપૂજા ભકિતમાં મદદ કરે છે, અને એ રીતે જ મહારાષ્ટ્રના સન્તોએ એને ઉપગ કર્યો હતો.
હિન્દુઓ મૂર્તિથી પરતત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ કરે છે, એ હરેક મૂર્તિપૂજક હિન્દુને પછી જોતાં પાદરીઓને પણ સમજાયું છે. મહમ્મદ, જીસસ