________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી ?
૪૩
rr
"
વાર્તા છે. વળી, “ સર્વે સંશયેાનુ છેદન થઈ... હૃદયગ્રન્થિ ભેદાઈ જાય ’ ત્યારે જ ‘ વિચારમાલા ' ચરિતાર્થ થઈ ગણાય !—એ દૃષ્ટિબિન્દુ પણ અમને અભિમત નથી. અમે તેા મનુષ્યનું મનુષ્યત્વ વિચારી એમ જ માનીએ છીએ કે, શ્રુતિ કહે છે તેમ, ‘વાવર' નું દર્શન થાય ત્યારે જ હ્રદય ગ્રન્થિ ભેદાઈ જાય, અને સર્વ સંશયાનુ છેદન થાય.' અમે પે।તે વિચારહીન જડવત્ પડી રહી સંશયાતીત દશા પ્રાપ્ત કર્યાના દંભ કરવા કરતાં, અનેક હૃદયગ્રન્થિ અને સંશયાલથી ભરેલું મનુષ્યત્વ સ્વીકારવું જ વધારે પસંદ કરીએ છીએ, અને અમારા વાચકામાં પણ એ જ માગીએ છીએ. • સુદર્શનના તન્ત્રીએ કાંઈ જગતના સંશનિવારકનું આચાર્ય પદ્મ લીધુ નથીઃ એ માત્ર પાતાના અનુભવ અન્ય આગળ મૂકે છે, એને અનુભવ ખીજાના અનુભવ સાથે મળે છે કે નહિ એ શાન્તિથી વિચારી જોવા કહે છે, યથાપ્રસંગ કારણેા બતાવે છે, અને એ જ રીતે જાણવા માગે છે. સામાન્ય નિબંધમાં જે ઉંચા પ્રકારની શૈલી, વિચારપદ્ધતિ અને સુશ્લિષ્ટતા સાચવવી પડે છે તેને બદલે કાઈ કાઈવાર વધારે સરલ, વધારે વાતચીતને મળતી, અને જુદા જુદા અનેક વિષયાને કાંઈક કાંઈક છેડતી એવી તરેહની પદ્ધતિ વિચારમાલા ' દ્વારા સુદર્શનમાં દાખલ કરવા ઈચ્છા થઈ છે. કારણ એ પતિના લાભ પણ જુદા જ પ્રકારના અને અનેક છે. આમ હૈાવાથી સ્વાભાવિક રીતે દીર્ધકાળના મનનને પરિણામે સિદ્ધ એવાં સત્યા થડાક શબ્દોમાં દર્શાવવાં પડે છે, કારણુપ્રદર્શન કાંઈક એક સ્થળે કાંઈક અન્ય સ્થળે કરવામાં આવે છે, અને જ્યાં માત્ર હિસાબને જવાબ જ વાચક આગળ મૂકવામાં આવે છે ત્યાં એની રીત સ્વયં કલ્પી લેવા વાચકને ગર્ભિત રીતે વિનંતિ થાય છે, જેથી નવીન અભ્યાસકની વિચારશક્તિ——સ્વયં શ્રમ કરવાથી—કેળવાય છે, અને આ રીતે ગભીર પ્રશ્નોને ચેડાએક શબ્દમાં પતાવી દેવામાં' પણ મહત્ત્વના હેતુ રહેલા હાય છે. અમારે એમ કહેવું જોઈ એ કે સ્વ. મણિલાલની અધ્યાત્મ પ્રશ્નમાલા' ના ધારણથી આ ધેારણુ કાંઈક જુદું જ છે. માત્ર ખાાકાર ઉપરથી સામ્ય માની લેવું એ ભૂલ છે.
"
6
ܐ
* ઉદાહરણ તરીકે~~‘સંસ્કૃત એટલું શાસ્ત્ર” સમજનારા જતાનેા આપણામાં બહુ મ્હોટા વર્ગ છે એવા અમારા અનુભવ છે. રા. જિજ્ઞાસુને અનુભવ એવા ન હેાય તે એના ઉત્તર એટલે જ છે કે—આપણા અનુભવ મળતા નથી. આ કરતા અધિક દલીલ અત્રે સંભવતી નથી. પ્રત્યેક વાચકે પેાતાની આસપાસ દૃષ્ટિ ફેરવી સત્ય નક્કી કરી લીધું હશે જ.
.