________________
પર
શાસ્ત્રદષ્ટિએ “હરિજન”ને પ્રશ્ન વળી અધ્યાત્મશાસ્ત્રથી ધર્મશાસ્ત્ર જુદું પડયું એટલે ધર્મશાસ્ત્રથી નૈતિક ભાવના પણુ અલગ થઈ જઈને દેશ જાતિ કુલ આદિના આચાર–એ આચાર અને સ્વતન્ન નિતિક ભાવનાને વિધ પ્રકટ થઈને કેટલીકવાર એમ પણ બન્યું છે કે એક જ પુસ્તકમાં બંનેની નેંધ લેવામાં આવે છે, અને શાસ્ત્રકારનું તાત્પર્ય એ આચાર ઉપદેશવાનું નહિ, પણ બને તે એ આચાર ત્યજી એને સ્થળે ઊંચી નૈતિક ભાવના સ્થાપવાનું હોય એમ દેખાય છે. પણ જેટલે અંશે “Lawgiver' યાને કાયદા બાંધનારના અર્થમાં એ પુરુષ
ધર્મ”—શાસ્ત્રકાર છે તેટલે અંશે એને પ્રચલિત રૂઢિ યાને લોકના રીતરિવાજરૂપ વસ્તુસ્થિતિ સ્વીકારવી પડે છે, અને જેટલે અંશે એ “Moral teacher' યાને નૈતિક ભાવના ઉપદેશનારના અર્થમાં ધર્મ-શાસ્ત્રકાર છે તેટલે અંશે એ ધર્મશાસ્ત્રકાર પ્રચલિત રીતરિવાજને ઓળંગી એની પાર જઈ બેસે છે. વળી આ ઉપરાંત એક ઝીણું વિચારવા જેવી વાત એ પણ રહે છે કે અમુક વચન કેના સુખનું છે, અર્થાત ક્યા શાસ્ત્રકારનું છે–મતાબ્ધ શિવપન્થી કે વિસ્પન્થીનું છે, મતાબ્ધ જિનમાર્ગી કે વેદભાગનું છે, એટલું જ નહિ પણ કયા પાત્રનું છે–અજુનનું કે ભીમનું, યુધિષ્ઠિરનું કે ધૃતરાષ્ટ્રનું કે વિદુરનું? બલકે કયા પ્રસંગનું છે? અને તે પૂર્વપક્ષનું છે કે ઉત્તરપક્ષનું? એમાં મનુષ્યની ઉચ્ચભાવના યાને સિદ્ધાન્ત ઉપદેશવાનું તાત્પર્ય છે કે સામાન્ય મનુષ્યપ્રકૃતિ અને એની દુર્બળતા આલેખવાને આશય છે? આવી આવી દેખીતી ઝીણી પણ શાસ્ત્રાર્થનિર્ણયમાં બહુ મહત્તવની એવી ઘણી વાતો છે જે લક્ષ બહાર રાખવાથી ઘણુ અનર્થ થાય છે.
ઉપલી વાતનાં કેટલાંક પરચુરણ ઉદાહરણે સંભારી જઈ જે મુદ્દાની વાત માટે આ લેખ લખ્યા છે તે ઉપર આવીશું.
“તમાન રાતd રાત્તિ કનૈરપિ” એ મહાભારતની પંક્તિ છે પણ એમાં રહેલી નીતિ ઉપદેશવાને મહાભારતકારનો આશય છે એમ કેણ કહેશે? અથવા તો સામાન્ય કોટિની નીતિભાવનામાં પણ એને કોણ સંધરશે? “રાજરમાર્થ રજુ ધર્મસાધન–” એમાં ઘણું સત્ય છે. પણ શરીરને પંપાળી રાખવા માટે પણ આ પંક્તિ ઘણું વાર
કાય છે. પરંતુ કેણ લક્ષમાં રાખે છે કે પાર્વતીને તપશ્ચર્યાને અડગ નિશ્ચય કસવા સારુ શિવજીએ ઉચ્ચારેલું આ વચન પૂર્વપક્ષ છે, ઉત્તર પક્ષ નથી. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર વારંવાર કહે છે કે–વિષ્યમેવ જ મળે જં વાનર્થ ” (નસીબ એ જ હેટી વાત છે. પુરુષાર્થ