________________
મૂર્તિપૂજ્જ
કહે
અને તે પહેલાંના કેટલાક યાહુદી લેાકાને મૂર્તિપૂજા અનેક પાપની સાથે જોડાએલી અને અધમ દશામાં પડેલી માલુમ પડી એટલા માટે તેઓએ મૂર્તિપૂજા સ્વામે વાંધા લીધેા; વળી, એ લેાકાના પરમાત્મા સંબન્ધી વિચાર જગત્ની પાર સ્વર્ગમાં વસતા એક પુરુષના હતા અને તેથી જેમ મ્હારી પૂજા એ તમારી ન હેાય તેમ મૂર્તિની પૂજા એ પરમાત્માની પૂજા નથી. એમ એમને લાગ્યું. હવે, પરમાત્મા સંબન્ધી આ વિચાર ખોટા છે; અને ઐતિહાસિક કારણેાથી ઉદ્ભવેલા મૂર્તિપૂજાના ખંડનને અર્થાત્ અમુક સમયની મૂર્તિપૂજાના ખ’ડનને—ત્રૈકાલિક સત્ય રૂપે સ્થાપવું એ ભૂલભરેલું છે. વળી મૂર્તિપૂજા એ પરમાત્માને સંકડાવી નાંખવાના પ્રયત્નમાથી નીકળી નથી. પણ એને અવ્યવહિત રીતે સાક્ષાત્કાર કરવાની ઉત્સુકતામાંથી ઉદ્ભવી છે એ મિ. પ્રતાપચન્દ્ર જેવા બ્રહ્મો’સમાજી પણ ચિકાગાની ધર્મ પરિષમાં આપેલા ભાષણમાં કબુલ કરે છે—
"But silence also becomes too oppressive, and takes shape in the offerings and acts of worship. Flowers, incenses, sacrificial fires, sacramental food, symbolical postures, bathings, fastings and vigils, are oftentimes more eloquent than words. There is no spirit without forms. Ceremonies without spirit are indeed dangerous, but when words fail before God, symbols become indispensable". P. C. Mozoomdar.
અર્થાત્ ધાર્મિકતાની ન્યૂનતા નહિ પણ ધાર્મિકતાની અધિકતા એ એનું કારણ છે.
ડાકટર ભાંડારકરે એમના આ જ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે પરમીત્માના વૈભવનું ભાન સૂર્ય, તારા, પર્વત, સમુદ્ર આદિમાં થાય છે. હવે, જે રીતે અખિલ વિશ્વ પરમાત્મામાંથી ઉત્પન્ન થએલ છે અને એના વૈભવ પ્રત્યેક અણુમાં વ્યાપી રહ્યો છે, છતાં એ વૈભવનું ભાન પર્વતાદિ—અમુક પદાર્થોં માં થાય છે, તે જ રીતે કાઈ ભક્ત અમુક મૂર્તિમાં એનું દર્શન કરી લે તે એમાં વાંધા લેવા જેવું શું છે ? વસ્તુતઃ કાઈ પણ રીતે—પત્થર, પાણી, સમુદ્ર ગમે તે પરમાત્મા છે, અને એ મ્હારી આગળ જ વસી રહેલેા છે એવું ભાન થાય છે કે નહિ, અને એ ભાનને અનુરૂપ હૃદયવ્રુત્તિ ઉપજે છે કે નહિ એટલું જ જોવાનું છે, ખરી ભક્તિ ઊછળતી હાય તા