________________
વર્ણવ્યવસ્થા જન્મથી કે કમથી ?
૧૫ વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી?
(વિચારમાળા)
ચર્ચાપત્ર વિનતિ કે સુદર્શન પત્રમાં વિચારમાળાનું ધેરણ તેના આઘદ્રષ્ટાએ જ દાખલ કર્યું હતું, અને તે ધરણને આપ આગ્રહપૂર્વક વિકસિત કરવાનો પ્રયત્ન કરે છે, તેથી સુદર્શનના પાઠકગણુને ઓછો લાભ થશે નહિ, પરંતુ તે વિચારમાળાના વિષય નીચે જે જે પ્રશ્ન આવે છે, અને તે તે પ્રશ્નોની જે જે રીતિએ ચર્ચા થાય છે, તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આપણું ગુર્જર વિદ્વાને તેને વાસ્તવિક ઉપયોગ સમજતા નથી; અને કદાચ સમજે છે, તે તેને વિકાસવામાં અને વિસ્તારવામાં અત્યંત પ્રમાદ રાખે છે, તે પણ ઓછું ખેદકારક નથી. અને તે જ કારણથી સ્વમણિભાઈ તે ધારણ દાખલ કરીને જ વિરામ પામ્યા હોય, એમ જણાય છે. તે પણ જે આગ્રહ અને સુહદયતાથી આપ તે ઘેરણ ખિલવવા પ્રયત્ન કરે છે, તેવા જ આગ્રહ અને સુહદયતાથી મંડ્યા રહેશે, તે તેથી વેહેલે અથવા મોડે તેને સદુપયોગ થયા વિના રહેશે નહિ, એમ આશા રાખવામાં આવે છે.
અહણ તો બહુધા પ્રશ્નો ઉદભવ આપ તરફથી અથવા કેઈ એક વ્યક્તિ તરફથી થાય છે, અને તેનું વિવરણપૂર્વક સમાધાન માત્ર આપને જ કરવું પડે છે, એમ સમજાય છે. તેથી સુદર્શનને શ્રદ્ધાપૂર્વક અનુસરનારાઓના સર્વે સંશોનું છેદન થઈ તેઓની હૃદયગ્રંથિ ભેદાઈ જાય છે કે નહિ, એવો પ્રશ્ન આપના હૃદયમાં પણ સ્કુર્યા વિના રહે નહિ હેય. એવા પ્રસંગમાં જ્યારે કેઈ અતિ ગંભીર પ્રશ્નને ચેડાએક શબ્દથી પતાવી દેવામાં આવે, ત્યારે તે તેમાંથી કેટલા અનર્થો થતા હશે, તે પણ કલ્પી ન શકાય તેવું નથી.
ગયા ડિસેમ્બર માસના સુદર્શનમાં આપે હિંદુઓની ધર્મસંબંધી અને સાંસારિક સ્થિતિના સાંપ્રત વલણ વિશે ચર્ચા કરતાં, બ્રાહ્મણ વર્ગ વિષે જે પ્રશ્ન ચર્યો છે, તે ચર્ચાના શબ્દોમાં ઉદેશ જેટલો જ ભાવ રહી શકો કેત , તેમાં હાનિકારક નહેતું. પરંતુ ઘણું શેડા શબ્દોમાં આપે