________________
આપણુ ધર્મનું ભવિષ્ય
૪૩૫
સત્યાનુયાયી હતા, એને સત્ય “પ્રાચીને” તેમ જ “નવીને ઉભયમાંથી સમાન રીતે ગ્રાહુય હતું. પન્થ” “સંપ્રદાય વિરુદ્ધ એના જેટલા ઉઘોષ થોડાએ કર્યો હશે; છતાં સ્વ. મણિલાલના શબ્દોની પાછળ પ્રકાશતા આત્માને પિતામાં ઉતારવાને બદલે એમના શબ્દો રાત્રિ દિવસ ગેખનારા અને એ રીતે પન્થની વૃત્તિને ઉત્તેજી વસ્તુતઃ મણિલાલના સિદ્ધાન્તને વિઘાત કરનારા એમના અનુયાયી હોવાનું અભિમાન રાખે છે! મણિલાલ “અદ્વૈતવાદી” હતા. પણ એમને “અદ્વૈતવાદ” માત્ર ઉચ્ચારમાં જ નહ; અનેક ભેદમાં અભેદ વિલોક, અભેદ સમજવો, સમજાવ, અને છેવટે હૃદયમાં લઈ કૃતિમાં ઉતારવો એ જ ખરા અર્થમાં અદ્વૈતવાદનું અનુસરણ છે, અને એ અર્થમાં અતવાદ જેટલો અનુસરાશે તેટલું જ આઘદ્રષ્ટાના સિદ્ધાન્તનું ખરું અનુસરણ થયું ગણશે. મણિલાલ “ચૈતન્યવાદી” હતા; અને વિકાસ, અભિવૃદ્ધિ એ જે ચિતન્યને ધર્મ છે તે એમને સિદ્ધાન્ત પણ જડવત પડી ન રહેતાં વિકાસ પામે, એમાં અધિકતા પ્રાપ્ત થાય, એનાં જીણું પલ્લવ ખરી પડી નવીન પલ્લવ આવે એમાં જ એની ખરી શોભા છે. એમાં જ એનું વાસ્તવિક તાદાભ્ય–ભેદમાં અભેદ––સચવાવાનો સંભવ છે.
Be doers of the word and not hearers only, deceiving your own selves.' "The letter killeth but – the Spirit - giveth life.'
[ સુદર્શન, ડીસેમ્બર ૧૮૯૯]