________________
આપણું ધમનું ભવિષ્ય
૪૩૩
વાસ્તવિક અજ્ઞાન એ મહાન શબ્દના રંગથી ઢાંકે છે, અને બુદ્ધિને શ્રમ લેતાં કંટાળી “હદય'વાદને ખોટ આઈબર કરે છે. જેઓ તર્ક ઉપર આક્ષેપ કરી અબ્ધતાને શરણે પડી “શ્રદ્ધા” નું પવિત્ર નામ વગે છે, અને કેળવાએલા વર્ગને સ્વ. મણિલાલના “નવીને,” “સુધારાવાળાઓ,
જડવાદીઓ,” આદિ શબ્દો લગાડવામાં પોતાના જ્ઞાનની પરિસીમાં માને છે! જેમ સ્વ. મણિલાલ નહોતા તેમ, હું પોતે પણ “નવીન નથી, “સુધારાવાળો’ નથી, “જડવાદી' નથી, છતાં પુછું છું કે જેઓ ઉપર આ રીતે આક્ષેપ અને નિન્દા કરવામાં આવે છે એમના બચાવમાં કાંઈ જ કહેવા જેવું નથી ? મૂર્તિપૂજા એ પાપ છે એમ માનવામાં ફિનિટિનું અકારણ અનુકરણ કરવામાં આવે છે–કેમકે વસ્તુતઃ પરમાત્મા શિવાય અન્ય કોઈ વસ્તુ ભજી જ શકાતી નથી, અને ભક્તિ થઈ એટલે એ પરમાત્માની જ થઈ એ નક્કી છે. તથાપિ વિચારે કે મૂર્તિપૂજા કરી એટલે ગમે તેટલાં પાપ થઈ શકે એવો પ્રચાર આપણુમાં ઘણે સ્થળે દીઠામાં આવતું નથી? આવે છે જ. તે પછી કર્મકાંડથી અધિક એવા જ્ઞાનનું અને કર્તવ્યબુદ્ધિનું દ્વાર ઉઘાડવા જે જે પ્રયત્ન થાય તે તે લાભકારક જ છે એમ કહેવામાં શું ખોટું જનમંડળના હૃદયમાં ઊતર્યા વિના, અને ધર્મવૃત્તિનાં વિવિધ સ્વરૂપે ધ્યાનમાં લીધા વિના જેટલા પ્રયત્ન થાય તેટલા નિષ્ફળ નીવડે એ સ્વાભાવિક છે, અને એટલા કારણથી જ સારા ઉદ્દેશથી પ્રવર્તી છતાં પણ “સુધારાવાળાઓને શ્રમ વ્યર્થ નિવડ હોય એમ મને લાગે છે. તમે કહેશે કે કર્મકાંડમાં પ્રાણવિનિમયના બહુ બહુ અર્થે રહ્યા છે અને તેથી કર્મકાંડની મહત્તા છે. પરંતુ આના જવાબમાં હું એટલું જ કહીશ કે, “પ્રાણવિનિમય” ને “ધર્મ” સાથે શી લેવાદેવા છે? “પ્રાણવિનિમય' આદિ નામે ઓળખાતી શારીરિક કસરત તે “ધર્મ’–આત્મા પરમાત્માના સંબન્ધના અર્થમાં “ધર્મ–કેમ કહેવાય ? હું કર્મકાંડનું રહસ્ય પ્રાણુવિનિમય એટલે “ગ” રૂપે માનવા કરતાં “જ્ઞાન” રૂપે સમજવું ઉચિત ધારું છું. મને મનુષ્ય જીવનને ખરે હેતુ વેગથી નહિ, પણ “જ્ઞાનથી સધાય છે એ શંકરાચાર્યને સિદ્ધાન્ત પરમ સત્ય લાગે છે. આ વર્ગને મેં અધુરી કેળવણીવાળે એટલા માટે કહ્યો છે કે વસ્તુતઃ તમે તપાસ કરશે તે તમને એમ જણાશે કે આવા વિચારેવાળા ઘણાખરા જનની કેળવણ-અંગ્રેજી તેમ જ સંસ્કૃત–અત્યત અલ્પ હોય છે. “થિએસોફી'ને ઉદ્દેશ સર્વ પ્રકારે, અને એના સિદ્ધાન્તો કેટલેક ભાગે, મને ગ્રાહ્ય છે, પણ થિએસોફિસ્ટને ઘણે વર્ગ તે સંસ્કૃત ભાષાના સાક્ષાત જ્ઞાન વગરને અથવા અલ્પ જ્ઞાન
૫૫