________________
૪૩૨
આપણા ધર્મનું ભવિષ્ય
સત્તા બહુ વ્યાપી ગએલી જણાશે. પણ એ સત્તા માટે એમની યોગ્યતા પણ કેવી હતી ! આપણું ઈતિહાસમાં બ્રાહ્મણેએ પિતાને સ્વાર્થ સાધવાનું જ કામ કર્યું છે એ આક્ષેપ અત્યન્ત ભ્રાન્તિયુક્ત લાગે છે. આ સંબંધમાં છેલી સેશિયલ કોન્ફરન્સને પ્રસંગે મિ. જસ્ટિસ રાનડેનું ભાષણ પુનઃ પુનઃ વાંચવા જેવું હતું. એમાં “બ્રાહ્મણ–સિવિલિઝેશન”ની સારી પ્રશંસા હતી. પરંતુ એટલું સ્મરણમાં રાખવાનું છે કે બ્રાહ્મણોમાં પણ થોડે કચરે ઉત્પન્ન થયો નહતો, અને એમણે રચેલાં સર્વ પુરાણે અને પ્રત્યેકના પ્રત્યેક શબ્દો માનવા જેવા છે એમ નથી. સંસ્કૃત એટલું શાસ્ત્ર તેમ પુરાણ એટલા વહેમ એ ઉભય ભ્રમ જતા રહી, જ્યારે બુદ્ધિ યોગ્ય કેળવણું પામી ઉદારતાથી તેમ જ વિવેકથી સારાસાર અંશ વિલોકતાં શીખશે ત્યારે જ સત્ય સમજાશે. પરંતુ આ માટે બે વાતની જરૂર છે. પ્રાચીન વસ્તુ માટે માન અને પ્રેમનું સ્વબુદ્ધિ ઉપર વિશ્વાસ અને એને ગ્ય ઉપયાગ.
(૩) કેળવાએલા વર્ગમાં કર્મકાંડ તરફ પ્રેમ વધતો આવે એટલાથી હાનિ નથી. પણ એ પ્રેમના પ્રકાર ઉપર લાભ–હાનિને બહુ આધાર છે અને એ બાબત કેટલોક વિવેક રાખવાની જરૂર છે, જે આગળ ઉપર સ્પષ્ટ થશે.
(૩ ) કેળવણી પામેલો કેટલોક વર્ગ ધર્મ તરફ તદ્દન બેદરકાર રહે છે એ થોડા શેકની વાત છે? ધર્મ ઉપર મનુષ્યની અસંખ્ય પ્રવૃત્તિઓને આધાર નથી? અને જ્યારે કેળવાએલા જન જ એ વસ્તુ ઉપર રુચિ લાવી એને પોતાના હાથમાં નહિ લે, તે સ્વાભાવિક જ છે કે પામર જન–સમૂહ વર્તમાન ધર્મસ્થિતિરૂપી અલ્પકૂપમાં પડ્યો રહેશે. ધર્મ તરફ અનાદર રાખી ધર્મ એવો પદાર્થ જ જગતમાંથી કાઢી નાખ એમ એમનો પ્રયત્ન હશે તો તે વ્યર્થ છે વસ્તુતઃ તે એમને ધર્મથી વિરુદ્ધ વા તરફ એક પણ પ્રકારનો પ્રયત્ન જ દેખાતો નથી, અને આ વિષયમાં એમને એમની જવાબદારીનું ભાન જ થયું હોય એમ લાગતું નથી. પશ્ચિમ પ્રજાઓમાં પાદરીઓ પોતે ઘણી ઉચ્ચ કેળવણી પામેલા હોય છે એટલે ત્યાં અન્ય વિદ્યાનેની ધર્મ તરફ અરૂચિ એટલી હાનિકારક નીવડતી નથી.
(૩૪) પૂર્વ જેટલો જ–અને કેટલીક રીતે એ કરતાં પણ વધારે– નુકસાનકારક વર્ગ અધુરી કેળવણું પામેલાઓને છે. જેઓ કર્મકાંડને જ સર્વરવ ગણે છે, અને “અભેદ” “પ્રેમ” “અદ્વૈત' આદિ જ્ઞાનના શબ્દોને વગર સમજે ઉપાડી લઈ ગમે ત્યાં એને ઉપયોગ કરે છે, જેઓ પોતાનું
એ
ધર્મસ્થિતિ
માંથી કાલથી વિરુદ્ધ વા તર