________________
૪૨૨ ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?
વસ્તુતઃ માનીએ કે “અવકાશ નથી”—તે પણ અમુક સિદ્ધા
ન્તને અવકાશ નથી,” માટે તે મનાતે નથી એમ શી રીતે કહેવાય? પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાન્તો પણ એક મહાસિદ્ધાન્તને
અંગે ક્યાં જોવામાં નથી આવતા? (૩) બૌદ્ધોની “મેક્ષ સ્વરૂપ માન્યતા” પણ શી છે, અને બ્રાહ્મણ
ધર્મનાથી એ કેટલી ભિન્ન છે એ બતાવશે તો “વેદના સિદ્ધાનની સાથે તેમના સિદ્ધાન્તને જરા પણ સ્પર્શ થતો
નથી એ ઉક્તિમાં કેટલું સત્ય છે એનું માપ આવશે. રા. ઠાકરે કરેલા આક્ષેપના પરિહારમાં આ ત્રણ પ્રશ્નોથી એમના પ્રત્યેનું મારું કર્તવ્ય પૂરું થાય છે. હવે વસન્તના વાચકને પ્રકૃત વિષયમાં ગૌતમ બુદ્ધના ઉપદેશની ખરી સ્થિતિ શી છે એ જાણવા માટે હું વિશેષ નિરૂપણમાં ઊતરું છું.
ગૌતમ બુદ્ધ સેશ્વરવાદી હતા કે નિરીશ્વરવાદી?—એ રૂપે જ જો મને પ્રશ્ન પૂછવામાં આવે તે હું કાંઈ પણ ઉત્તર ન દેતાં કેવળ મૌન જ ધારણ કર્યું. ગૌતમ બુદ્ધ સેશ્વરવાદી નહેતા, તેમ નિરીશ્વરવાદી પણ નાતા–અને પૂર્વેકા પ્રશ્નની એક પણ કેટિ સ્વીકારવી, એ ગૌતમ બુદ્ધના ઉપદેશનું ખરું તત્ત્વ જ, એમના તત્ત્વચિન્તનની ખરી દિશા જ, સમજવામાં ભૂલ છે. એ તત્ત્વ શું હતું, એ દિશા શી હતી–એ જાણવા માટે આપણે, હાલના સમયમાં સુભાગ્યે, માધવાચાર્યના સર્વદર્શનસંગ્રહ ઉપર જ આધાર રાખ પડે એમ નથી. એ માટે હવે વધારે સારાં પ્રમાણ–પાલી સંત્રા–પ્રાપ્ત થયાં છે, અને એમાંના એકને નીચે ઉતારે આપું છું–જે ઉપરથી પ્રકૃતિ પ્રશ્ન પરત્વે ગૌતમ બુદ્ધનો શે મત હતો એ યથાર્થ જાણવામાં આવશે.
વૃથા વાદવિવાદ એક વાર ખુદ ભગવાન શ્રાવસ્તિ નગરી પાસે અનાથપિંડકને ઉપવનમાં જેતવન વિહારમાં શિયે સહવર્તમાન રહેતા હતા. તેવામાં માલપત્ર નામે એક શિષ્યને ધ્યાન ધરતાં ધરતાં વિચાર થઈ આવ્યો કે જગર કેટલાક પ્રશ્ન વિથ ધી કાંઈ બોલ્યા નથી; જેમકે–આ જગત નિય છે કે અનિત્ય પરિરિકન કે અપરહિન? ભાટે એ વિશે એમને પૂછું." એમ વિચાર કરી એ ખુદ ભગવાન પાસે ગયો અને