________________
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી? ૪૫ વાસિક –“ના; તેમ કર્યું જણાતું નથી.” ગૌતમા–“એમના ગુરુઓએ કર્યો હશે ખરે?” વાસિષ્ઠ:–“ના, તે પણું નહિ.”
ગૌતમ – “એમની ગુરુપરંપરામાં સાત પેઢી સુધી પણ કોઈએ કર્યો હોય એમ તમને લાગે છે?”
વાસિષ્ઠ –“ના. !”
ગીતમઃ–ના–ત્યારે તે ત્રણ વેદમાં કુશળ એવા બ્રાહ્મણે પણ એમ કહે છે કે “અમે જે વસ્તુ કદી જોઈ નથી, જાણું નથી, તેને સીધે માર્ગ બતાવીએ છીએ.”?”
વાસિષ્ઠ:–“હાસ્તે.”
ગૌતમ – “આ છે ત્યારે આંધળાની હાર ચાલી 'નથી આગલો જો, નથી વચલો જેતે, નથી છેલ્લો જેતે ! ત્રણે વેદમાં કુશળ બ્રાહ્મણની વાણી પણ માત્ર ખાલી શબ્દોનાં ખોખાં–મિથ્યાલાપ છે.
વાસિષ' એક માણસ ચાર રસ્તાના ચોગાન વચ્ચે બેસીને સીડી ઘડે છે. અને એને પૂછીએ છીએ કે આ સીડીવડે કયે મકાને ચઢવું છે? ત્યારે એ ઉત્તર આપે છે કે એ મકાન તે હું જાણતા નથી! એ કેવો મૂર્ખ ! એવું જ બ્રહ્મને જાણ્યા જોયા વિના એના માર્ગની વાત કરવી એ છે.
આ નદી અચિરવતી બે કાંઠે પૂર વહેતી હોય, અને સામે કાંઠે કામવાળે માણસ આ કાંઠે ઊભે ઊભે બૂમ પાડે કે એ સામા કાંઠા! આમ આવ, આમ આવ !' વાસિષ્ઠ ! આમ એ માણસ સામા કાંઠાને હજારવાર બૂમ પાડે, એની સ્તુતિ કરે, કાલાવાલા કરે, પણ એ સામો કાંઠે આ તરફ આવે ખરે? એને પહોંચવા માટે તે હેડીમાં એણે બેસવું જોઈએ. અને હલેસાં મારીને ત્યાં પહોંચવું જોઈએ. તે જ પ્રમાણે ત્રણ વેદમાં કુશળ બ્રાહ્મણ–જે ગુણોથી બ્રાહ્મણત્વ બને છે તે છોડી, જે ગુણેથી અબ્રાહ્મણત્વ બને છે તે આચરે – “હે ઈદ્ર ' તને બેલાવું છું. હે વરુણ! તને બોલાવું છું. હે બ્રહ્મા ! હું તને બોલાવું છું.” એમ કહ્યું કાંઈ ફળ થાય ખરું?
વાસિષ્ઠ ! આ નદી પૂર વહે છે તે વખતે એક માણસને સામે કાંઠે જવું છે. પણ બિચારાના હાથ મજબૂત સાંકળથી પેઠે બાંધ્યા છેઃ એ સામે કાંઠે જઈ શકે ખરે? તે જ પ્રમાણે અહંના વિનયમાં જેને “સંયોજન ૫૪