________________
આપણા ધર્મનું ભવિષ્ય
હ
(૩) કુળવાએલા વર્ગમાં પણ કર્મકાંડ તરફ પ્રેમ ચોખ્ખી રીતે વધતા આવે છે. પરંતુ આ વિષયમાં પાશ્ચાત્ય ધર્મસ્થિતિ સાથે અત્ર સર્વ પ્રકારે મળતાપણું નથી.
(૪) અત્ર થાડી તેમ જ ધણી કેળવણી પામેલા કેટલાક વર્ગ તે ધર્મ તરફ તદ્દન ખેદરકાર છે, અને એમની તે અત્રે વાત જ નથી.
(s) અધુરી કેળવણીવાળા વર્ગના કેટલાક ભાગ—જેને ધર્મ તરફ રુચિ છે તે—કર્મકાંડમાં ગુંથાઈ રહે છે, અને જ્ઞાનનું અભિમાન જો કદાચ ધરાવે છે તે તે ફક્ત નામનું જ.
(૪) અષિક કેળવણી પામેલા ધર્મ ઉપર આદરવાળા વર્ગના ખે વિભાગ છેઃ કેટલાક કર્મકાંડ ઉપર અરુચિ જ દર્શાવે છે, અને કેટલાક જ્ઞાનને મુખ્ય ગણીને કર્મ ઉપાસના આદિ વસ્તુઓને જ્ઞાનના આવિર્ભાવનાં પ્રત્યક્ષ સ્થાનરૂપ અને સાધનરૂપ માને છે.
આ વર્તમાન સ્થિતિ સારી છે કે ખેાટી એ વિષે આપને પ્રશ્ન નથી; માત્ર એ સ્થિતિ શી છે એટલું જ જોવાનું મુખ્ય પ્રસ્તુત હતું; તથાપિ આ પ્રત્યેક ઉપર કાંક કાંઈક કહેવું એ તદ્દન અપ્રાસંગિક, કે આપણી વિચારમાળામાં અધિક પડતું, નહિ ગણાય.
(૧) કેળવણીની વૃદ્ધિ સાથે બ્રાહ્મણાના અધિકાર ધટતા આવે છે. પણ આપ પ્રશ્ન કરશેા કે એથી લાલ છે કે હાનિ? એના ઉત્તર કે—જે સ્વાભાવિક છે, જે થવું જોઈએ, તે જ થાય છે; એટલે વિશ્વગતિ જો હમેશાં સત્ય પરિણામ તરફ જ વળતી હોય તેા આથી બેશક લાભ જ થવા જોઈએ. જેમ જૂનાં પાદડાં ખરી નવાં પાંદડાં આવતાં, વૃક્ષ યુવાન અલવત્તર અને સુશાભિત બને છે, તેમ જ અન્યકાર, આલસ્ય આદિ તમેા–ગુણુથી જનસમાજને જે જે ભાગ વ્યાસ હેાય તે તે ધીમે ધીમે ખરી જઈ નવા ભાગ માટે માર્ગ કરી આપે એ સ્વાભાવિક છે. જનસમાજ એ વૃક્ષ સમાન છે, એમાં કાઈ પણ ભાગ હંમેશ માટે લુપ્ત થાય એમ તે બનતું જ નથી, માત્ર જીર્ણ ભાગને સ્થાને નવીન ભાગ આવે છે એટલું જ. આ જ રીતે જેમ જેમ નિર્જીવ થએલા બ્રાહ્મણ વર્ગ અસ્ત થતા જશે તેમ તેમ એનું સ્થાન ધાર્મિકતાથી યુક્ત અને કાલેજ આદિ સાધના વડે વિદ્યાસંપન્ન થએલા પુરુષાથી પૂરાશે, કારણ, એ જ ભવિષ્યના બ્રાહ્મણા' છે, અને એ જ બ્રહ્મ' ના ખરા સ્વરૂપના વિચાર તીવ્ર જિજ્ઞાસાથી, શુદ્ધ પ્રેમથી, અને વિશાળ ખ્રુદ્ધિથી કરવા સમર્થ થશે. હાલના ગ્રેડયુએટા તેવા છે એમ * આ સ્થિતિનું પણ કેટલેક ભાગે તો હજી ઝાંખું પ્રભાત જ થયું છે.