________________
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી
કર૩
, કહ્યું: “ભગવન ! આપે અમારી ઘણું શંકાઓનું સમાધાન કર્યું છે, પણ
થોડાક પ્રશ્ન રહી જાય છે. આ જગત નિત્ય હશે કે અનિત્ય પરિચ્છિન્ન હશે કે અપરિચ્છિન્ન? નિત્ય છે એમ જાણતા હે તેમ કહે; અનિત્ય છે એમ જાણતા હો તે તેમ કહે બેમાંથી શું હશે તે ન જાણતા હે તે કૃપા કરી કહો કે હું નથી જાણતો. અને એમ હોય તે પછી તમે ગુરુ પણ શેના?”
શિષ્યની આવી વાણી સાંભળીને પણ પૂર્ણ શાંતિથી બુદ્ધ ભગવાને જવાબ દીધેઃ “ભાઈ માલુક્યપુત્ર ! તમે શિષ્ય થયા તે વખતે મેં તમને કહ્યું હતું કે હું તમને આ પ્રશ્નને જવાબ દઈશ ?” શિષ્ય કહ્યું “ ના, મહારાજ.” બુદ્ધદેવઃ “ત્યારે મારા તરફથી ઉત્તર મળવો જ જોઈએ એમ કેમ કહે છે ? જે માણસ એમ ધારતું હોય કે આ પ્રશ્નોને જે જવાબ દે તે જ ગુરુ ખરા, તો તેને તો મારું એટલું જ કહેવું છે કેભાઈ, મારા શિષ્ય ન થશે ! તે સાંભળોઃ
એક માણસને ઝેરી બાણ વાગ્યું હોય તે એ શસ્ત્રવૈિદ્ય પાસે જઈને કઢાવશે કે પહેલો વિચાર કરવા બેસશે કે–વારૂ, આ બાણ મારનાર બ્રાહ્મણ હશે કે ક્ષત્રિય? વૈશ્ય હશે કે શદ્ર? એમ કહેશે ખરે–કે ના, ના, હું તે આ બાણુ નહિ કઢાવું, પહેલું તે મને એ કહો કે એ બાણ મારનાર લાંબો હતો કે કે? આ ગામને હતું કે પરગામી ? ધનુષ્ય વાંસનું હતું કે નેતરનું? દેરી સુતરાઉ હતી કે તાંતની? ઇત્યાદિ, ઈત્યાદિ.
માલુપુત્ર ! જગત નિત્ય છે કે અનિત્ય ? એને કત છે કે નહિ? હોય તે કેવો છે? ઈત્યાદિ પ્રશ્નો ઉપર ધામક જીવનને આધાર નથી.”
આ ઊતારામાં કાંઈ વિવરણ ઉમેરવાની જરૂર નથી. ગૌતમ બુદ્ધ ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન જ બાજુ પર મુકી દીધો છે. ઈશ્વર છે કે નહિ, એ પ્રશ્ન કરતાં આ સંસાર રૂપી દુખમાંથી કેમ મુક્ત થવું એ પ્રશ્ન જ એમને વધારે મહત્ત્વન–અને ખરા મહત્ત્વને લાગ્યો છે, અને તેથી એ મહાપ્રશ્નનો ઉત્તર દેવામાં એમને સઘળો ઉપદેશ સમાએલો છે. આમ અમુક પ્રશ્નને વિચારકેન્દ્રમાંથી ખસેડી નાંખવો, અને પ્રશ્ન પૂછી એને નકારમાં જવાબ કર–એ બે એક વસ્તુ નથી; પણ આ સૂક્ષ્મ ભેદ– બહુ મહત્વનું છે છતાં એ સૂક્ષ્મ હોવાથી સામાન્ય જનના સ્મરણમાં રહેતું નથી, અને જે કે બુદ્ધ ભગવાને પિતે અજ્ઞ જણવાની પણ દરકાર ન કરતાં પિતાને સિદ્ધાન્ત જેવો હતો તેવો જ–અર્થાત ઈશ્વરના