________________
૨૦
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
ઉપનિષમાંથી અમુક બ્રાતિએ કરીને તેમ જ કાળબળને લીધે જન્મ પામ્યો છે. ૧૯૦૩–૪ ના અરસામાં થએલો આ નિશ્ચય ૧૯૦૪–૫ (સ. ૧૯૬૦ –૬૧) ના વસન્તમાં મેં મન્દ મન્દ રીતે પ્રકટ કર્યો. છેવટે, બે વર્ષ ઉપર સિદ્ધપુરની શંકરજયન્તીમાં મેં એ સ્પષ્ટ રીતે બહાર મૂકો. તેમાં પણ “આગળ જતાં સાંખ્યદર્શનનાં પુસ્તકોમાં એ અનીશ્વરવાદનું સમર્થન કરવામાં આવ્યું.” “કપિલ ભગવાનને એ આશય નહિ હોય.”—એમ “હેય ' શબ્દ આવા ગૂંચવણભરેલા અને મતભેદના અવકાશવાળા વિષયમાં સામા મત માટે જે ભાન રાખવું જોઈએ તે માન રાખી વાપર્યો હતો. ડે. ભાંડારકરનું આ વર્ષે પ્રસિદ્ધ થએલું પુસ્તક વાંચ્યા પછી હું મારા નિર્ણયની યથાથતા માટે વધારે પ્રબળ અને દઢ આગ્રહ ધરાવી શકું છું. આ સંબન્ધી કેટલુંક “કપિલ અને સાંખ્યશાસ્ત્ર” એવા સ્વતન્ત્ર વિષયનિર્દેશથી–વાદવિવાદના પંકની બહાર નીકળી–આગળ ઉપર હું લખવા ઈચ્છું છું. હાલ આટલું બસ છે. તે પણ આ લેખ સમાપ્ત કરતાં કરતાં સાંખ્યશાસ્ત્ર મૂળ નિરીશ્વરવાદી નહોતું એટલું જ નહિ પણ સ્પષ્ટ સેશ્વરવાદી હતું એમ સિદ્ધ કરવા માટે એક ખાસ ઐતિહાસિક વસ્તુસ્થિતિ દર્શાવનાર એક જ પ્રમાણ રજુ કરી લઉં છું. મહાભારત, ભાગવત, સાંખ્યતત્ત્વકૌમુદી, સાંખ્યતત્ત્વસમાસ આદિ ગ્રન્થાને આધારે એક વાત સર્વાનુમતે મનાય છે કે સાંખ્યશાસ્ત્રમાં કપિલશિષ્ય આસુરિ અને આસુરિના શિષ્ય પંચશિખ હતા... આ પંચશિખ માટે મહાભારતમાં કહ્યું છે કે એ “પંચરાત્રીમાં કુશળ હતા –
" आसुरेः प्रथम शिष्यं यमाहुश्चिरजीविनम् । पञ्चस्रोतसि निष्णातः पञ्चरात्रविशारदः । vશ્ચ: va vશ્ચન પરિવાર મૃતઃ”
અને પંચરાત્ર એ સ્પષ્ટ નારાયણનામથી ઈશ્વરવાદી છે, વ્યાસસૂત્રથી પ્રાચીન છે, અને પ્રાચીન ભાગવત ધર્મનું પ્રતિપાદક છે–એ સર્વવિદિત અને સામાન્ય છે. એટલે કપિલમુનિના સેશ્વરસાંખ્યને સંપ્રદાય પંચશિખના ઉપદેશમાં વર્તમાન ને એમ એતિહાસિક પ્રમાણથી સ્પષ્ટ સિદ્ધ થાય છે.
[વસન, ફાલ્સન, વસંત ૧૯૭૦]
ક
નક
-
+
-
અબ
ના
- "कपिलाय महामुनये शिप्याय तस्य चासुरये। पंचशिवाय
વર (ચિત્તાન) નામ: "