________________
ષડ્રદર્શનની સંકલના
૪૦૧
1 કપ
નહી? એ જ પ્રમાણે સર્વે દર્શનનાં સૂત્રે તપાસીશું તે જણાશે કે સર્વે દર્શનકારે અન્ય દર્શનેને પૂર્વપક્ષમાં લઈ ખંડન કરી સ્વમત સ્થાપ્યો છે.” તાત્પર્ય કે દર્શનેની ઉત્પત્તિ ક્રમિક નથી પણ એક કાલાવચ્છેદે છે. ર. ઠાકરનું આ કહેવું સાંપ્રદાયિક માન્યતા, ઐતિહાસિક પૂરાવો અને સામાન્ય મનુષ્યજાતિ ત્રણેથી અસિદ્ધ છે અને એ ભૂલ થવાનું કારણ એ છે કે રા. ઠાકરને સૂત્ર અને દર્શનને ભેદ જાણવામાં નથી; દર્શનની ઉત્પત્તિ જાણે સૂત્રની સાથે જ હોય એમ તેઓ સમજે છે! મને આશ્ચર્ય લાગે છે કે “સંપ્રદાય ની આટલી મહેટી વાતો કરનારા ગૃહસ્થ એટલું વિચાર્યું નથી કે આપણું સાંપ્રદાયિક ગ્રન્થ જેને બ્રહ્માથી એક જ પેઢી દૂર અને કદ પ્રજાપતિના પુત્ર કહે છે એવા કપિલમુનિ (સાંખ્યાચાર્ય) તે ક્ષણિક વિજ્ઞાનવાદી બૌહથી પણ પાછળ શી રીતે હોઈ શકે? જેને મહાભારતમાં સનકુમારાદિકની સાથે “સાંખ્યશાસ્ત્રવિશારદ બ્રહ્માના માનસ પુત્રી* કહ્યા છે તેમને બૌહ ક્ષણિકવિજ્ઞાનવાદથી પણ અવચીન ગણવા એના કરતાં સાંપ્રદાયિક માન્યતાને વિશેષ ઘાત છે સંભવે?
પ્રકૃત વિચારમાં તત્ત્વજ્ઞાન દર્શન અને સૂત્ર એવા ત્રણ ભેદ ધ્યાનમાં રાખવાના છે. તત્ત્વજ્ઞાન તે સામાન્ય આકારનું; દર્શન તે વ્યવસ્થિત તવજ્ઞાન; અને સૂત્ર તે દર્શનના સિદ્ધાન્તને પ્રતિપાદન કરનારાં ટૂંકાં વા. સાંખ્યસૂત્ર નામે જે ગ્રન્થ અત્યારે પ્રચલિત છે તે સાંખ્યાચાર્ય કપિલને કરેલો નથી એમ માનવાને એટલું જ પ્રમાણુ બસ છે કે કપિલમુનિ જે સાંપ્રદાયિક ઉક્તિ પ્રમાણે “આદિ વિદ્વાન” ને નામે ઓળખાય છે–એ સર્વાનુમતે સર્વ દર્શનકારેમાં આદ્ય દર્શનકાર છે. પરંતુ આ ઉપરાંત બીજા ઘણું પ્રમાણથી સ્થપાઈ ચૂક્યું છે કે અત્યારે વાંચશ્વરને નામે જે *सनः सनत्सुजातश्च सनकः ससनन्दनः सनत्कुमारः कपिल: सप्तमश्च सनातनः। सप्तैते मानसाः प्रोक्ता ऋषयो ब्रह्मणः सुताः। स्वयमागतविज्ञाना निवृत्तिधर्ममास्थिताः । म. भा. + " Our Sankhya Sutras, for instance have been proved by Dr. Hall to be not earlier than about 1380 AD, and that they may be even later. Startling as this discovery was, there is certainly nothing to be said against the arguments of Dr. Hall or against those by which Professor Garbe has supported Dr. Hall's discovery." - Prof Mar Muller's Sex Systems of Indian Philosophy.