________________
૪૦૦
ષદર્શનની સંકલના
આવે અને કેઈને કાન્ટનું આવે–પણ બધા તત્ત્વજ્ઞાનીઓ લેટે જ છે કે ઍરિસ્ટોટલ છે, હ્યુમ છે કે કાન્ટ છે એમ કહેવું જેવું હસવા જેવું છે– તેવું જ આપણું સર્વ તત્ત્વજ્ઞાનીઓને વિવર્તવાદી શંકરાચાર્ય કરાવવા એ પણ હસવા જેવું છે. પણ અંધારામાં બધી ગાયો કાળી જ છે'!
વળી જો આ જ માન્યતા સંપ્રદાયસિદ્ધ હોત તે શંકરાચાર્ય કપિલાદિક માટે સખ્ત શબ્દ વાપરવાને બદલે તથા એમના સિદ્ધાન્તનું ખંડન કરવાને બદલે એમ જ કહેત કે તે તે સિદ્ધાનો અમુક અમુક અધિકારીને માટે કપિલાદિ મુનિઓએ જ્યા છે–જેથી એના અધિકારીઓએ જ એ સ્વીકારવા અને અન્ય એ છેડી દેવા. પણ વસ્તુતઃ કપિલાદિકે પિતાને સિદ્ધાન્ત જે કે ઔપનિષદ–વેદાન્ત—સિદ્ધાન્ત હો છતાં, જાણું બુઝીને નિરીશ્વરવાદાદિક સિદ્ધાન્ત ઉપદેશ્યા છે એવું કોઈ પણ સ્થળે શંકરાચાર્યે પ્રતિપાદન કર્યું નથી.
વર્તમાન સમયમાં જગતના બીજા દેશેથી આપણા દેશને જુદું ધારણુ લાગુ પાડી શકાય એમ નથી અને જે એતિહાસિક પદ્ધતિએ અન્ય દેશના મહાપુરુષ અને એમની કૃતિઓ વિષે વિચાર કરવામાં આવે છે, તે જ પદ્ધતિ આપણું દેશને માટે પણ સ્વતસિદ્ધ રીતે લાગુ પડે છે –. છતાં, વર્તમાન સમયે એવો આક્ષેપ થાય અને એને જવાબ દેવો પડે એ, વિચારપદ્ધતિના અત્યારે સર્વમાન્ય થએલાં સત્ય જાણવામાં પણ અન્ય સુધરેલા દેશેથી આપણે કેટલા બધા પછાત છીએ એ બતાવે છે. કૃષ્ણનન્દ સરસ્વતી નામે એક સંન્યાસીએ પૃથ્વી ફરતી નથી પણ સૂર્ય ફરે છે એમ થોડાંક વર્ષ ઉપર બહાર પડેલા એક પુસ્તકમાં પ્રતિપાદન કર્યું હતું– એને ઉત્તર દેવા બેસનાર ખગોલશાસ્ત્રી જેવો પોતાનો અને વાચકને વૃથા કાલક્ષેપ કરે તેવો જ કાલક્ષેપ મેં પ્રકૃત વિષયમાં કર્યો છે એમ મને થાય છે–અને તે માટે હું વાચકની ક્ષમા માગું છું.
(૨) દર્શનેની ઉત્પત્તિ ક્રમિક ખરી કે નહિ? ઐતિહાસિક દષ્ટિને નિષેધ તે અશક્ય છે. પણ મેં દર્શન ક્રમ ગોઠવ્યો છે એની વિરુદ્ધ સાંખ્યસૂત્રમાંથી ઊતારા આપી રા. ઠાકર કહે છેઃ
આ પ્રમાણે ક્ષણિકવિજ્ઞાનવાદ, પક્ષદાર્થવાદ, ડિશપદાર્થવાદ કે જે બદ્ધિ, વૈશેષિક અને ન્યાયના છે, તેને ખાસ સૂત્રોમાં પૂર્વપક્ષ કરી ખંડન કર્યું છે. તે હવે વિચારે કે સાંખ્યદર્શનના સમયમાં અન્ય સર્વ દર્શન હતાં કે