________________
૩૯૮
પદર્શનની સંકલના હું ઉપર બતાવેલી દર્શનેની ઉપયોગિતા–જુદી જુદી રીતે પરમ પ્રયજન સિદ્ધ કરવામાં કાંઈ ઉપયોગી થવું—એનો નિષેધ કરતા નથી, અને મેં મારા ભાષણમાં પૂર્વે કર્યો પણ નથી. બલકે એ સર્વ શાસ્ત્રો “દર્શન કહેવાયાં છે, અર્થાત શ્રુતિના અર્થનું દર્શન કરાવવા માટે નિર્માયાં છે, એમ મેં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે. પણ જ્યાં અત્યારની ઉપયોગિતાનો પ્રશ્ન છેડી મૂળની ઉત્પત્તિને પ્રશ્ન લઈએ છીએ, ત્યાં ઉપર જણાવેલા ગ્રન્થ- . કાર તરફથી આપણને કોઈ જ અજવાળું મળતું નથી. અને તેથી એ સર્વને (જે સર્વ અર્વાચીન ગ્રન્થકારે છે, તેમને પહેલા પ્રશ્નમાં પ્રમાણ માની બીજા પ્રશ્નમાં સ્વતન્ત્ર ઐતિહાસિક પદ્ધતિએ વિચાર ચલાવવા આપણે હક છે.
એ પૂર્વજોએ કરેલી (Logicalવિચાર ઘટનાની) સંગતિને લોપ્યા વિના–બલકે એ જ સંગતિની મદદથી—એમના ઉત્પત્તિમમાં પણ સંગતિ દર્શાવવા યત્ન કરીએ તો એથી આપણે આપણા પૂર્વજોના કાર્યની અવગણના કરતા નથી. માત્ર એમના કાર્યની ન્યૂનતા પૂરીએ છીએ.એ ન્યૂનતા પૂરવાને આપણો હક છે એટલું જ નહિ પણ ફરજ છે. દેશની બુદ્ધિને ઇતિહાસ અમુક વ્યક્તિથી જ અટકે એવી મર્યાદા બાંધી શકાતી નથી. આપણું પ્રાચીન ગ્રન્થો અમુક ટીકાકારે વાંચ્યા અને સમજાવ્યા ત્યાર પછી એ વાંચવા અને સમજાવવાને આપણે હક નથી એવો નિયમ નિષ્ફળ અને અશક્ત છે—આપણા પૂર્વજ ટીકાકારેએ પતે પાળ્યો નથી, કેઈ પણ પ્રજાના ઈતિહાસમાં એ પળાયો નથી અને પળાવાને નથી. પરંતુ તે ઉપરાંત, અત્યારે તે હિન્દના તત્ત્વજ્ઞાનનું ચિન્તન કરનાર દરેક અભ્યાસીની ફરજ છે કે જે પદ્ધતિએ થેક્સ અને સેક્રેટિસથી માંડી ડાર્વિન અને સ્પેન્સર વગેરે સુધી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની સંકલના થઈ છે તે જ પ્રદ્ધતિએ આપણું દેશના તત્ત્વજ્ઞાનની પણ સંકલન કરવી જોઈએ. અને એ જ પદ્ધતિએ ચાલવાથી, અત્યારે દેશને પ્રાચીન ઇતિહાસ જે છિન્નભિન્ન થઈ ગયા છે એ ફરી સજીવન થશે, આપણું જ્ઞાનગંગા છૂટાં છૂટાં ખાબેબીયાં જેવી થઈ ગઈ છે એ અવિચ્છિન્ન પ્રવાહથી વહેશે. આપણું દેશમાં પૂર્વ ઐતિહાસિક ગ્રન્થોને અભાવે આપણે ઘણું ખમવું પડયું
એકઠા કરી ગોઠવી લેશે–-તે એ પ્રતિપાદન નિરાધાર અને ભ્રમમૂલક છે. તે જ પ્રમાણે ઉપર, દર્શને સંબન્ધી સમજવું. અત્યારે આપણે માથે આપણું ધામિક જીવનમાં આ આચાર્યોના વિરોધ શમાવવાનું કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તેવું પૂર્વોક્ત વિજ્ઞાનભિક્ષુ વગેરે પ્રખ્યકારોને દર્શનની સંગતિ કરવાનું પ્રાપ્ત થયું હતું