________________
દર્શનની સંકલન
૪૦૭
તે સંભવે નહિ. વળી આટલી દલીલે પણ રા. ઠાકરને ઓછી પડતી હોય તે હું વેદાન્તસૂત્ર અને શંકરાચાર્યના ભાષ્ય તરફ એમનું લક્ષ ખેંચું છું. વેદાન્તસૂત્રકાર સાંખ્યના પ્રધાન(પ્રકૃતિ)ને અને પ્રધાનવાદને “સરાઃ ”
આનુમાનિ' કહે છે. હવે, જે “વેદને સિદ્ધ અર્થ” પરંપરાનુગત ચાલતું આવતું હોય અને શ્રતિવિમુખતા ઉત્પન્ન થઈ જ ન હોય, તો મતભેદ ભાગે સંભ–છતાં જે મતભેદ થાય તે વેદને આ અર્થ ખરે કે પેલે અર્થ ખરે એ આકારને જ વિવાદ થાય. પણ સાંખ્ય અમુક સ્થળે “પ્રધાન અર્થ માને છે એ ખોટું છે એમ ન કહેતાં, પ્રધાનવાદને વેદાન્તસૂત્રકાર “અશબ્દ” અને “આનુમાનિક” કહે છે–અથત એમના સમયમાં “શબ્દ” (શ્રુતિ) ને બાજુ પર મૂકી અનુમાનની મદદથી સાંખ્યો પ્રધાનકારણવાદ પ્રતિપાદન કરવા લાગ્યા હતા એ ખુલ્લું છે. તે જ પ્રમાણે શ્રુતિને પ્રમાણુ માન્યા છતાં, શ્રુતિથી સ્વતંત્ર રીતે ન્યાય અને વૈશેષિક દર્શન પિતાની પ્રક્રિયા બાંધતાં હતાં. અને તેથી “શિષ્ટોએ એ ગ્રહણ કરેલાં દર્શને નથી એમ વેદાન્તસૂત્રકાર તથા ભાષ્યકાર શંકરાચાર્ય “પતેરરિઝાપવિદા ૩ િચાહથાત” ઈત્યાદિ સૂત્ર તથા ભાષ્યમાં જણાવે છે. વળી હરિવશમાં એક સ્થળે શિવને “કણાદ નું નામ આપી દક્ષયજ્ઞના વંસકતી કહ્યા છે; એ સર્વ પ્રમાણે, આ સમયમાં તર્ક તરફ મનુષ્યબુદ્ધિ ઢળી હતી એમ સ્પષ્ટ બતાવે છે. વળી, મેં જેમ મીમાંસા અને વેદાંતને અન્ય દર્શનેથી જુદાં પાડ્યાં છે તે જ રીતે એક પ્રાચીન ગ્રન્થમાં–પરાશર મુનિએ—પણ પાડ્યાં છેઃ
" अक्षपादप्रणोते च काणादे सांख्ययोगयोः ત્યાઃ સિવિહોંડા છુયૅવામિઃ जैमिनीये च धैयासे विरुद्धांशो न कश्चन । श्रुत्या वेदार्थविज्ञाने श्रुतिपारगतौ हि तौ॥"
= “અક્ષપાદ (ગામ) અને કણાદનાં શાસ્ત્રોમાં તથા સાંખ્ય અને ગમાં જે કૃતિવિરુદ્ધ અંશ છે તે—કૃતિનું અવલંબન કરનાર જનોએ ત્યજવો. શ્રુતિવડે વેદના અર્થનું જ્ઞાન મેળવવાનાં-જૈમિનિ અને વ્યાસનાં શાસ્ત્રોમાં કૃતિવિરુદ્ધ એ કાંઈ જ ભાગ નથી. તેઓએ સમસ્ત શ્રુતિ જાણી લીધેલી છે.” તાત્પર્ય કે બીજા ચાર દર્શનમાં તર્કજન્ય કૃતિવિરુદ્ધ અંશો આવ્યા છે, પણ તે પ્રમાણે (પૂર્વ) મીમાંસા અને વેદાન્તમાં થયું * यमाहुरेकं पुरुषं पुरातनं । * oriદનામાનમાં મહેશ્યામ !
-हरिवंश