________________
૧૦
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ ?
૧૧
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ ?
'
"
રા. ઠાકર અને મારી વચ્ચે ત્રીજો મતભેદ—કપિલ અને ગૌતમમુનિ નિરીશ્વરવાદી હશે કે કેમ એ પ્રશ્ન સંબન્યું છે, મારા પ્રતિપાદનને ખાટું પાડવા રા. ઠાકર કપિલનાં કહેવાતાં સાંખ્ય સૂત્રમાંથી ખ્વાલિઃ ' ઇત્યાદિ વચન ટાંકે છે. અને સામાન્ય બ્રાહ્મણશાસ્ત્રોને આધારે ગૌતમબુદ્દ સામે યથેચ્છ આક્ષેપ કરે છે. હવે, આ બંને વિષય ઉપર હું આવું છું.
કપિલનાં કહેવાતાં સૂત્ર તે સાંપ્યશાસ્ત્રના આદ્ય ગ્રન્થ નથી ખ ઘણા અર્વાચીન ગ્રન્થ છે એમ પુષ્કળ પ્રમાણને આધારે હું ગયા લેખમાં બતાવી ગયા છું. એટલે એ ગ્રન્થને અવલખીને મૂળ સાંધ્યદર્શનને નિરીશ્વરવાદી ઠરાવવાના પ્રયત્ન નિષ્ફળ જાય છે. હું આટલું જ કહીને અટકું તે પણ રા. ઠાકરના આક્ષેપના તે ઉત્તર થઈ જાય. પરંતુ આરંભની ભૂમિકામાં મેં જણાવ્યું છે તેમ, મારા ઉદ્દેશ જેટલેા રા. ઠાકરને ઉત્તર આપવાને નથી, તેટલા આ વિષય ઉપર—ગૂજરાતી વાચક માટે—અધિક પ્રકાશ પાડવાના છે. તેથી હું રા. હાકર આગળ તેમ જ વાચક ગળ થાડાક ઊતારા રજુ કરૂં છું.
(૧) પહેલા ઊતારા હું. સાંપ્યસૂત્રના—રા. ઠાકર જેને કપિલસૂત્ર માને છે અને જેને આધારે મારા ઉપર આક્ષેપ કરે છે—તે જ સાંખ્યસૂત્ર ના ભાષ્યકાર વિજ્ઞાનભિક્ષુના ગ્રન્થમાંથી આપું છું.
rr
જ્ઞાન
स्यादेतत्-न्यायवैशेषिकाभ्यामन्त्राविरोधो भवतु; मीमांसायोगाभ्यां तु विरोधोऽस्त्येव ताभ्यां नित्येश्वर साधनात्, अत्र चेश्वरस्य प्रतिषिध्यमानत्वात् । न चात्रापि व्यावहारिकपार मार्थिकभेदेन सेश्वरनिरीश्वरवादयोरविरोधोऽस्तु, सेश्वरवादस्यीपासनापरत्वसंभवादितिवाच्यम् । विनिगमकाभावात् । ईश्वरो हि दुर्ज्ञेय इति निरीश्वरत्वमपि लोकव्यवहार सिद्धमैश्वर्यवैराग्यायानुघादितुं शक्यते, आत्मनः सगुणत्वमिव; न तु कापि श्रुत्यादावीश्वरः स्फुटं प्रतिषिध्यते, येन सेश्वरवादस्यैव व्यावहारिकत्त्रमवधार्यत इति ।