________________
'
ષર્શનની સંકલના
૩૯૯
છે, તેમાં વર્તમાન સમયના વિદ્વાનેાના પ્રયત્નથી ઇતિહાસના જે ટુકડા હાથ લાગ્યા છે એને અનાદર કરીને મીજી વારની ભૂલ ઊમેરવી એ આપણા દેશને અનેક રીતે હાનિકારક છે.
અત્યારે કાલ' એવા પદાર્થને જ ઊડાવી અને—જગતની ઐતિહાસિક દૃષ્ટિને પાટા બાંધવા એ કાઈથી જ બની શકે એમ નથીઃ ઐતિહાસિક પદ્ધતિના (મ્હાંએ) નિષેધ કરનારને પણ વસ્તુતઃ એ પદ્ધતિના ઉપયાગ કર્યાં વિના ચાલતું નથી. “ વેદના સિદ્ધ અર્થે તે સર્વે ઋષિ-મુનિઓને મૂળથી જ મળ્યા હતા, અને તે પરંપરાનુગત ચાલ્યા આવતા હતા, માત્ર કાઈ કાઈ મહાન વ્યક્તિઓ ઉદયમાં આવી તેમણે વેદના અર્થે સમજવાને મન્દબુદ્ધિના માણસાને પણ ઉપકાર થાય તેવા વિચારથી શાસ્ત્રા રચ્યાં ’ઇત્યાદિ કહેનાર ગૃહસ્થ વસ્તુતઃ અતિહાસિક પદ્ધતિના જ ઉપયેાગ કરે છે. આપણા ઇતિહાસમાં અમુક સમયે મન્દબુદ્ધિના માણસે ઉત્પન્ન થવા લાગ્યા, અને તેમને ઉપકારક થાય એવાં શાસ્ત્રા રચવાની કાલસ્થિતિ અને જનસ્થિતિ જોતાં જરૂર જણાઈ અને એ જરૂર પૂરી પાડનાર મહાન વ્યક્તિઓ ઉદ્દયમાં આવી ’—ઋત્યાદિ ઐતિહાસિક માન્યતા પૂર્વોક્ત વાક્યના પાયામાં રહેલી છે, અને એની સત્યાસત્યતા ઐતિહાસિક પ્રમાણ ઉપર જ આધાર રાખે છે.
"
અધિકારિભેદ, અને અધિકારિભેદ પ્રમાણે ઉપદેશભેદ કલ્પતાં પણ વસ્તુતઃ અમુક પ્રકારના અધિકારીએ ક્યારે થયા એ ઐતિહાસિક વિચાર આવે છે જ. પણ પ્રકૃત સ્થળે એ પણ વિચારવા જેવે! પ્રશ્ન છે કે દર્શનાના ભેદ અધિકારીના ભેદને અનુસરીને કેવી રીતે પડ્યો છે? જુદાં જુદાં દર્શના જુદા જુદા અધિકારીને અનુકૂલ થાય છે એ ખરૂ છે. અને કેટલેક અંશે અધિકાર ધ્યાનમાં રાખી ભિન્ન ભિન્ન ઉપદેશ કરવાની રીત આપણે ત્યાં ધણી પ્રાચીન છે. પણ ગૌતમ કણાદ વગેરે મુનિ સર્વજ્ઞ હતા, અને એમને ઉપનિષદના વિવર્તવાદ જ અભિમત હતા, છતાં જાણી–મુત્રીને જ, અમુક અમુક જાતના અધિકારીઓ માટે તે તે ખેાટા સિધાન્તા પ્રતિપાદન કર્યો છે એમ માનવું દુધેટ છે. અન્ય દેશ કરતાં આપણા દેશના ઋષિમુનિએ અધિક જ્ઞાની હતા; પણ તે સર્વજ્ઞ હતા, અને સર્વને એક જ સિદ્ધાન્ત હતા એમ માનવું તે તા એ દેહી જીવને પ્રકૃતિની વિવિધતા અને પ્રકૃતિના તારતમ્યથી મુક્ત માનવા જેવું થાય છે. અધિકારભેદે કાઈ ને પ્લેટનું તત્ત્વજ્ઞાન માધુક આવે, કેાઈ ને એરિસ્ટાટલનું આવે, કાઈ ને હ્યુમનું