________________
બ્રહ્માનન્દ શી રીતે થાય
૩૫૫
"
થા. એમ કૃષ્ણ કહે છે. અને વળી કહે છે કે “ વાચતે ાથા: મ સર્વે: પ્રશ્નતિનૐનૈઃ—સર્વ પ્રાણીમાત્ર પ્રકૃતિ થકી થએલા ત્રણ ગુણવડે અવશ રહી કાર્ય કરે જાય છે.” આમ એક તરફથી “ત્રિગુણ”નું અનિવાર્ય અન્ધન, અને બીજી તરફથી “નિસ્ત્રગુણ્ય” થવાના ઉપદેશ છે, અને એ અનેને સાથે મૂકી એમાંથી અવિરાધ તારવી કાઢવે એ સમગ્ર ગીતાનું એક તાત્પર્ય છે, અત્રે પ્રથમ તા કર્મ અને જ્ઞાનને, વા પ્રકૃતિ અને પુરુષના, સંબન્ધુ સમજવાના છે. આપણા આત્માનું સ્વરૂપ વિચારીશું તે એમાં એ વિભાગ સમજાશેઃ એક જડરૂપ, અને એક ચૈતન્યરૂપ. તેમાં જે જડ અંશ છે તે પ્રકૃતિના, કર્મના છે; ચૈતન્યઅંશ તે બ્રહ્મ (પુરુષ)ના, જ્ઞાનના છે. હવે આ એ અંશ આ ખડીઆમાં શાહી છે તેમ, અથવા આ દાળડીમાં એક હીરા મૂકયા હોય તેમ, કે આ સ્થળે દીવા પ્રકાશતા હોય તેમ—એક બીજાની અંદર સંચેાગસંબંધે રહેલા નથી; તેમ જ આ ટેબલ જેમ લાકડાનું બનેલું છે તેમ જડનું ચૈતન્ય કે ચૈતન્યનું જડ બનેલું છે એમ પણ નથી; એ ખેના સંબંધ કાઈક વિલક્ષણ પ્રકારના છે. હવે જડપ્રકૃતિ–ના સ્વભાવ જે કર્મ તે તેા દૂર કરી શકાય એમ નથી, એટલે એમ કરવાના યત્ન પણ વ્યર્થ છે. પણ ચૈતન્યની શક્તિ એટલી છે કે પેાતાના જ્ઞાનસ્વરૂપને એના અંતરમાં પ્રકાશ પાડી એ કર્મને ‘natural' (પ્રકૃતિની ) સ્થિતિમાથી કાઢી ‘Supernatural' (પ્રકૃતિથી પર) સ્થિતિમાં મૂકી શકે છે. અને આ રીતે એને ‘ moral' અને ‘ spiritual ' ( નીતિ અને અધ્યાત્મ— ) અર્થવાળું બનાવી શકે છે. આ સ્થિતિ તે “ નિગ્રેજી. ” અવસ્થા ત્રણ ગુણુના માત્ર અભાવરૂપી અવસ્થા નહિ, પણ ત્રણ ગુણથી
""
* આ બે વિભાગ પણ વસ્તુતઃ નથી. પ્રેા. ગ્રીન કહે છે તેમ,— જેમ પ્રાણીનાં અવયવા યન્ત્રવત્ ગાઠવાએલાં છે પણ તેથી પ્રાણી કાંઈ યુન્ત્ર નથી, તેમ મનુષ્યને પ્રાણ—દેહ છે તથાપિ એ વસ્તુતઃ પ્રાણી નથી, પણ સર્વને સાક્ષી, અને દેશકાલાદિ ઉપાધિથી પર તત્ત્વ છે. "In strict truth the man who knows, so far from being an animal altogether, is not an animal at all even in part.. He is not an animal, not a link in the chain of natural becoming...an eternal consciousness not existing in time but the condition of there being an order in time, not an object of experience, but the condition of there being an intelligent experience.
—Prof, Green,