________________
૩૭૪
પરિણામ અને વિવા ભાવાર્થ–પરિણામવાદ પ્રતિપ્રતિપાદિત અદ્વૈતની સમીપ છે માટે એને સ્વીકાર કરવામાં આવ્યું છે એમ નથી, પણ એના વિના શિષ્ય પ્રતિ કેવલ અદ્વૈતનું ઉપપાદન જ સંભવતું નથી માટે એને સ્વીકાર્યો છે. આ હામે શંકા થશે કે મુમુક્ષને પરિણામબુદ્ધિ વિના કેવલ બ્રહ્મને સાક્ષાત્કાર જ થઈ શકે નહિ એમ કહેવાય ? ઉલટું પરિણામબુદ્ધિ અને અતબુદ્ધિ એ બે પરસ્પર વિરુદ્ધ છે. એ માટે એ બે વચ્ચે હેતુહેતુમભાવ જ બની શકે નહિ. આ શંકાના ઉત્તરમાં કહે છે કે –
પ્રથમસૃષ્ટિવાક્યના સમન્વયનું આલોચન કરીને બ્રહ્મ જ પ્રપંચનું ઉપાદાન (પરિણામી) કારણ છે—જેમ મૃત્તિકા ઘટતું ઉપાદાનકારણ છે– એમ સમજે છે. પછી “આરંભણ”—આદિ અધિકરણ કરીને, નિષેધવાક્યના તાત્પર્યનું આલોચન કરીને, સૃષ્ટિવાક્યોથે વિવર્ત છે એમ સમજે છે. કારણ કે–પ્રથમ–(પરિણામ--બુદ્ધિ વિના, બ્રહ્મમાં પ્રપંચ વિવર્તરૂપ છે એમ નિશ્ચય થઈ શકતું નથી. જ્યાં જે સમજાયું હોય ત્યાં જ તેને નિષેધ કરવાથી એનું મિથ્યાત્વ નકકી થાય છે. માટે બ્રહ્મમાં પ્રપંચ લાગુ કરનાર પરિણામ બુદ્ધિ અપેક્ષિત છે... માટે પરિણામબુદ્ધિને પણ સાક્ષાત્કારમાં ઉપયોગ છે.
ઉપરના સર્વ ઊતારા ઉપરથી બ્રહના સવિકારત્વ અને નિવિકારત્વને અવિરોધ શાંકર વેદાનમાં કેવી રીતે કરવામાં આવે છે એ સમજાશે. શાંકર વેદાન્તમાં બ્રહ્મને જ પરિણામ માન્યું છે, અને માયાને પરિણામી નથી માની એમ કહેવાનું તાત્પર્ય નથી. ઉલટું કેટલાક ગ્રન્થમાં બ્રહ્મને વિવર્તકારણ માન્યું છે અને માત્ર માયાને જ પરિણમી કારણ માની છે. પણ શાંકર વેદાન્તના બધા ગ્રન્થ જોઈએ છીએ, ત્યારે જણાય છે કે માયાને ઉપાદાન માનવાનો સિદ્ધાન્ત સર્વ સંમત નથી એમાં જુદી જુદી રીતિને સમન્વય–અવિરોધ કરી શકાય એમ છે. પણ અત્રે તે એટલું જ બતાવવાનું હતું કે અમુક રીતિ જ શાંકરદાનની છે, અને અમુક નથી.
એમ આગ્રહ કરવો વાજબી નથીઃ એવો આગ્રહ મતની વિવિધ તાના જ્ઞાનને અભાવે જ ઉદ્ભવે છે. અને એ સર્વને શાંકર વેદાન્તની અવાન્તર શાખા તરીકે ગણાવવાને હક્ક છે.
[ સુદર્શન ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૧૯૨૦]
-
-
-
-
-
-
-
-
-
-
* જી-અમ્પયદીક્ષિતના સિદ્ધાન્તલેશમાં આપેલા મનભેદ,