________________
શાંકર સિદ્ધાન્ત અને વેગ
૩૭૫
શાંકર સિદ્ધાન્ત અને ચાગ [ સંવત ૧૯૬૮ ની કરજયન્તીને પ્રસંગે સિદ્ધપુર અને અમદાવાદમાં મેં આપેલા વ્યાખ્યાનના એક અગત્યના મુદ્દા ઉપર રા. રા. ન્હાનાલાલ વિ. દેવશંકર વૈદ્ય નામના કચ્છ-મુંદરાના એક ગૃહસ્થે કેટલાંક વચનો ટાંકીને શંકા ઉઠાવી હતી. તેનું આ લેખમાં સમાધાન છે. “અષ્ટાંગયોગને શાંકરસિદ્ધાન્તમાં સ્પષ્ટ નિષેધ છે એમ કહેવામાં માત્ર હઠગ જ મને વિવિક્ષિત હતો. અને વૈદો ટાંકેલાં ઘણું ખરાં વચને માત્ર ધ્યાનયોગને જ લાગુ પડે છે. એ સંબન્ધી વિશેષ ખુલાસો આ લેખમાં છે.]
ખુલાસો (૧) શાંકર સિદ્ધાન્તમાં બ્રહ્મજ્ઞાનના સાધન તરીકે આ (પ્રાણાયામાદિ અષ્ટાંગ) વેગને સ્પષ્ટ નિષેધ છે એનું પ્રથમ પ્રમાણ–શ્રીશંકરાચાર્યને સ્વતન્ન ગ્રન્થ “અપરોક્ષાનુભૂતિ.” અષ્ટાંગયોગ બે રીતે આચરી શકાય રાજયોગની રીતિએ અને હઠયોગની રીતિએ. તેમાં રાજયોગની રીતિએ એને સ્વીકારવામાં શંકરાચાર્યને વાંધો નથી. બલકે એ રાજયેગનું જ પૂર્વોક્ત ગ્રન્થમાં નિરૂપણ છે. મારા ભાષણમાં જે અષ્ટાંગયોગને શાંકરસિદ્ધાન્તમાંથી મેં નિષેધ કર્યો છે, તે હઠાગની રીતના અષ્ટાંગયોગને જ–કારણ કે એ અર્થમાં જ આજકાલ યોગના હિમાયતીઓ એ સમજે છે અને આચરે છે. શંકરાચાર્ય પણ એ જ કારણથી અષ્ટ અંગને બદલે પંચદશ અંગ કલ્પી અષ્ટાંગયોગનાં કેટલાંક અંગેને જુદા જ અર્થમાં–પિતાને અનુકૂલ અર્થમાં–નિરૂપ્યાં છેઃ
"यमो हि नियमस्त्थागो मौनं देशश्च कालता। आसनं मूलबंधश्च देहसाम्यं च स्थितिः॥ प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा।
आत्मध्यानं समाधिश्च प्रोक्तान्यंगानि वै क्रमात् ।" આ ભાષણમાં આ વાતનો ઉલ્લેખ અમુક પ્રસંગમાંથી ઊપજ્યો હતો. અમદાવાદમાં શંકરજયન્તીને પ્રસંગે હું બોલ્યો તેને પહેલે જ દહાડે અમદાવાદમાં મારે એક દક્ષિણ ગૃહસ્થ યોગીને સમાગમ થયો હતો. એ યોગીએ હઠયોગની ઘણી અભુત ક્રિયાઓ દિ. બ. અંબાલાલભાઈ વગેરે એક મિત્રમંડળ આગળ કરી દેખાડી–આ ક્રિયાઓ જેઈને અમને સૌને ઘણું સાનન્દ આશ્ચર્ય