________________
૩૮૬
શાસ્ત્રચિન્તન
શાચિન્તન ગયા વૈશાખ માસમાં શંકરજયન્તીને પ્રસંગે શ્રીસિદ્ધપુર ક્ષેત્રમાંઆપણું પ્રસિદ્ધ વિદ્વાન રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીના પ્રમુખપણ નીચે કેટલાંક વ્યાખ્યાને થયાં હતાં, એમાંનું એક વ્યાખ્યાન, “વ્યાખ્યાન કેવિ . શા. સં. નારાયણ ગિરધર ઠાકર' નામે ગૃહસ્થના નામથી હાલમાં “ગુજરાતી –પત્રમાં પ્રસિદ્ધ થયું છે. વ્યાખ્યાનનું મથાળું “વર્ણશ્રમ ધર્મ અને શ્રી શંકરાચાર્ય” એવું રાખવામાં આવ્યું છે, પણ વસ્તુતઃ એમાં
એક છેડેથી તે બીજા છેડા સુધી–માત્ર ગયે વર્ષે એ જ સ્થળે અને એ જ પ્રસંગે પ્રમુખ તરીકે આપેલા મારા ભાષણના ખંડન સિવાય બીજું કાંઈ જ નજરે પડતું નથી. જે પ્રસંગે દેશમાં જ્ઞાન વૈરાગ્ય અને શક્તિના વિચારે પ્રવર્તાવવા યત્ન કરવો જોઈએ, તે પ્રસંગે એક અલ્પ વ્યક્તિના વિચારે ચૂંથવામાં બ્રહ્માનન્દ મનાય એ થોડું ખેદકારક નથી. યુરેપમાં કાન્ટ કે લ્યુથરની જયન્તી ઊજવાતી હોય તે તે પ્રસંગે એ મહાત્માઓનાં જીવન અને સિદ્ધાન્ત કેટકેટલી બાજુએથી અવલોકવામાં આવ્યાં હોય એને જ્યારે વિચાર આવે છે, ત્યારે હદય કેવળ લજ્જાથી ગ્લાન બની જાય છે. શું શંકરાચાર્યનું જીવન અને સિદ્ધાન્ત પૂર્વોક્ત મહાપુરૂષોના કરતાં થોડા ઊંડા અને વિશાળ છે? એક વર્ણાશ્રમધર્મને જ વિષય લે તે તે ઉપર પણ કેટલું કહેવાનું છે ! આ સંબન્ધી શંકરાચાર્યના વિચારે શા હતા, રામાનુજાચાર્ય વગેરે બીજા આચાર્યોના વિચારેથી એ ક્યાં ક્યાં જુદા પડે છે, એની દેશ ઉપર કેવી અસર થઈ છે, વર્તમાનકાળમાં, એમાંથી શો બંધ મળી શકે એમ છે–ઇત્યાદિ અનેક ચર્ચવા ગ્ય પ્રશ્નો ગ્ય રીતે ચર્ચવાને બદલે, માત્ર બાળબોધ પંક્તિઓ ઊતાર્યો કરવી કે એક વ્યક્તિના અલ્પ શબ્દો ચૂંથવામાં સભાને કાળક્ષેપ કરવો, એ ભાગ્યે જ આવા મહાન પ્રસંગને શોભતી ચચપદ્ધતિ છે.*
પ્રકૃતિ પ્રસંગમાં, ઉપર કહી તેવી વિશાળ અને ઊંડી વિવેચક પદ્ધતિની માગણી કરવામાં હું ચૂરોપનાં મહાતિઓ સાથે, આપણું ઘર દીવડાં” ને સરખાવી એને હલકાં પાડવા માગતા નથી. મારી માગણું ખાસ ઉપગી ઉદ્દેશથી છે તે એ કે—કઈ પણ યથાર્થદશ વિવેચક આ વર્ણન શ્રમધર્મના વિષયમાં રામાનુજાચાર્યના સિદ્ધાન્તને જુદો પાડશે કે તુરત રા.