________________
શાંકર સિદ્ધાન્ત અને યોગ
'૩૮૫ અંશરૂપે એને પ્રવજ્યાને ઉપદેશ ખાસ કરીને ગણાવ્યું અને આસનાદિકનાં વિધાન જતાં કર્યો એ વાત; તથા સાધન સંબંધી સૂત્રોનું ભાષ્ય કર્યું છે ત્યાં સમ્યગ્દર્શન સાથે આસનના વિચારને લેવા દેવા નથી એવી સ્પષ્ટ ઉક્તિ.
(૩) શાંકર સિદ્ધાન્તને નિર્ણય કરવા બેસવું તેમાં એક તું શંકરાચાર્યનું સ્વારસ્ય શેમાં છે એ જોવું. કારણ કે આચાર્ય સેંકડે વાતે કહે તેમાંથી જેમાં એમનું સ્વારસ્ય જણાય તે જ એમને સિદ્ધાન્ત સમજવો–ગ્રન્થકારને ગૂઢ આશય સમજવાની આ જ શાસ્ત્રીય રીતે આપણું શાસ્ત્રકારોને અભિમત છે. બીજું–જ્યાં શાંકર સિદ્ધાન્તના સ્વરૂપને વિચાર ચાલતું હોય ત્યાં સ્વરૂપને નિર્ણય કરવામાં માત્ર શંકરાચાર્યના ગ્રન્થને જ ઉપયોગ કરો. આપણું શાસ્ત્રોનાં અન્ય વચનને અથવા તે પિત પિતાના સમયની જરૂરિયાત પૂરી પાડનારા શાંકર ટીકાકારેનાં વચનને અલગ રાખીને વિન્ચર કરવો. કઈ પણ ટીકાકારનું વચન માત્ર એ પ્રતિષ્ઠિત ટીકાકારનું છે એટલા ઉપરથી જ એને આ વિષયમાં છેવટનું પ્રમાણ ન માનવું. આપણે ગળે એ અર્થ ઊતરે છે કે કેમ, મૂળ ભાષ્યકારનાં વચન સાથે એ મળે છે કે કેમ, એ જેવું—એમ કરવામાં કશી ધૃષ્ટતા નથી. કારણ કે તમારૂ માનવું વિચારપૂર્વક હશે તે અત્રે મધુસૂદનસરસ્વતીની માફક કઈને કઈ પ્રતિષ્ઠિત ટીકાકાર તમને ટેકો આપતે જોવામાં આવશે. વસ્તુતઃ ચાલતા વિચારને સ્થળે તે વિદ્યારણ્ય વગેરે ટીકાકારને પણ વિરેાધ નથી–તેઓનાં વચને રાજયોગ પરત્વે હાઈ શાંકર સિદ્ધાન્ત સાથે એમની એકવાકયતા છે.
[વસન્ત, કાર્તિક ૧૯૬૯]