________________
ષદર્શનની સંકલન
૩૩
=એમ ન કહેશે. ન્યાયશાચે યુતિ બતાવી છે એટલે સાંખ્યશાસ્ત્ર નિપ્રયોજન છે, કે તેઓને પરસ્પર વિરોધ છે–એમ નથી. ન્યાયશાસ્ત્ર લૌકિક અનુભવમાં આત્મા સુખી દુઃખી મનાય છે તે વાતને અનુવાદ કરી (લૌકિક માન્યતા એવી છે તેવી ને તેવી એને પુનઃ ઉચ્ચારી) માત્ર દેહ અને આત્માને વિવેક સાધે છે–અને આ રીતે પહેલી ભૂમિકાનું કામફક્ત આત્માનું અનુમાન કરવું એટલું જ–તે કરે છે. કારણકે એક વખતે આત્મા સંબધી પરમ સૂક્ષમ વિષયમાં પ્રવેશ થઈ શકતું નથી. એ શાસ્ત્રો ( ન્યાયવૈશેષિક) નું જ્ઞાન દેહ એ જ આત્મા છે એ સમજણને દૂર કરે છે, અને એ રીતે એ વ્યાવહારિક (ઊતરતું) પ્રકારનું તત્ત્વજ્ઞાન બને છે. જેમકે –માણસમાં થાંભલાને ભ્રમ ઊપજ્યો હોય તો તે એ વસ્તુને હાથપગ છે એવું જ્ઞાન થવાથી નાશ પામે છે, અને તેથી એ જ્ઞાનને વ્યવહાદિયા તત્ત્વજ્ઞાન કહેવામાં આવે છે. (પણ તેથી એમ સમજવાનું નથી કે માણસ એ ખરેખર હાથપગવાળો દેહ જ છે–એ તે વસ્તુતઃ આત્મા છે.”)
આમ ન્યાય અને સાંખ્યને–સગુણ-નિણવાદને અવિરોધ બતાવી છેવટે કહે છે --
"तदीयमपि ज्ञानमपरवैराग्यद्वारा परम्परया मोक्षसाधनं भवत्येवेति; तज्ज्ञानापेक्षयाऽपि च सांख्यज्ञानमेव पारमार्थिक परवैराग्यद्वारा साक्षान्मोक्षसाधनं च भवति ।"
= એ ન્યાય-વૈશેષિકનું જ્ઞાન પણ અપર ઊતરતા)વૈરાગ્ય દ્વારા પરંપરાએ મેક્ષનું સાધન બને છે. પણ એ જ્ઞાન સાથે સરખાવતાં સાંખ્યજ્ઞાન જ પારમાર્થિક છે, અને પર(ચઢીયાતા )વૈરાગ્યદ્વારા સાક્ષાત મેક્ષનું સાધન થાય છે.”
આમ ન્યાય અને વૈશેષિક સાથે સાંખ્યદર્શનને અવિરેાધ સાધી, પછી બ્રહ્મમીમાંસા જોડે એની સંગતિ કરે છે તેમાં–બતાવ્યું છે કે સાંખ્ય સૂત્રકારને ઈશ્વરવાદ અગ્રાહ્ય નથી.x પુરૂષો અનેક છે છતાં વેદાન્તમાં એમની એકતા પ્રતિપાદન કરી છે તે એમના સામ્ય પરત્વે લેવાની છે, અને પ્રકૃતિ તે જ માયા છે અને એનું મિથ્યાત્વ અમુક રીતે જ સમજવાનું છે–ઇત્યાદિ.
કપિલ મુનિને ઉપદેશ સેશ્વરવાદને હતું કે નિરીશ્વરવાદનો એ વિષે હજી આગળ ચર્ચા કરવાની છે, તે વખતે બીજા વચને ટાંકવામાં આવશે તથા વિશેષ ખુલાસો કરાશે.
૫૦.