________________
શાસ્ત્રચિન્તન
આર્ભમાં મારી મારા વાચકને તેમ જ સામા પક્ષને એક વિનતિ છે: આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મન્દિર તરફ નજર કરી. એ મન્દિર ઘણું પ્રાચીન છે, પણ એ પ્રાચીનતાને લીધે જેમ એમાં ધણા ગુણ આવ્યા છે, તેમ આપણે માથે કેટલીક મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે. આપણા પ્રતિહાસના અનેક ચઢતી પડતીના સમયેામાં આપણે એ વિશાળ મન્દિરને જોઈએ તેવું સાક્સુક રાખી શક્યા નથી. તેને લીધે—એમાં અજ્ઞાનનાં પુષ્કળ જાળાં ખાઝત્યાં છે, ખૂણે ખૂણે ચામાચીડીઆંએ વાસ કર્યો છે, ભવ્ય અને સુન્દર ચિત્રો સેકડે વર્ષથી ધૂળથી અને જ્યાં ત્યાં કરેલા અણુસમજી કડીઆના કૂચડાથી ઢંકાઈ ગયાં છે, અને કેટલેક ઠેકાણે દિવ્ય મનુષ્યાકૃતિ બાળકાએ કાઢેલા કાયલાના લીટાથી વાનર જેવી મની ગઈ છે. એના કેટલાક ભાગમાં સૂર્યનું એક કિરણ પણુ પડતું નથી, અને કાઈક પૂજારીએ પ્રજવાળેલા ઝાંખા બળતા દીવા પણ ઘણા ખરા હાલવાઈ ગયા છે. આવા વિશાળ અને અદ્ભુત મન્દિરના જીર્ણોધાર કરવાનું કાઈ પણ એક વ્યક્તિમાં સામર્થ્ય નથી. બલ્કે, એ મન્દિરમાં સર્વત્ર શ્રી વળી એનું યથાસ્થિત જ્ઞાન પૂરેપૂરું મેળવે એટલી પણ કાર્યની શક્તિ નથી. એ પ્રાચીન દેવાલયને ઉલ્હાર કરવામાં, અને એની દિવાલે ધાઇને ફરી સાફ કરવામાં, કાંઈ નહિ તે એકાદ એ જાળાં ખ'ખેરી કાઢવામાં, કે અંધારામાં જરા બત્તી ફેરવવામાં, ભાગ લેવા એ દરેક સનાતન હિન્દુધર્મીની ક્રૂરજ છે.
૩૮
આ ક્રૂરજ બજાવતાં ભમરા ઊઠે, અગર તે જૂના ચિત્રોને હાનિ પહેાંચશે એવા અકારણ પણ સાચા મનના ભયથી એકાદ મિત્ર આપણે હાથ ઝાલે—તે। તેથી ગભરાવાનું કે નાખુશ થવાનું કારણ નથી. ઉલટું, આવે પ્રસંગે આપણા પ્રાચીન ધર્મ ઉપર આપણા બન્ધુજનાની ભ્રાન્ત પણ વાસ્તવિક મમતા જોઈ ખુશ થવાનું છે, અને એમની ભ્રાન્તિઓ ટાળવા ગુિણ ઉત્સાહથી પ્રવર્તવાનું છે.
આ સમજણથી—હું રા. ઠાકરના સધળા આક્ષેપ! મારા પેાતાના જ ધર્મની રક્ષા અર્થે~ભ્રાન્ત બુદ્ધિથી તથાપિ ઉચ્ચ ઉદ્દેશથી-ઉત્પન્ન થયા છે એમ સમજી-વધાવી લઉ છું, અને એના ઉત્તર આપવાનું શરૂ કરૂં છું.
.
સામાન્ય વાચકને આવા વાદિવવાદમાં રસ આવતા નથી, અને વાદવિવાદથી સામા પક્ષને નવા નિશ્ચયેા ઊપજાવી શકાતા નથી. આમ બંને રીતે આ વિવાદમાં ઊતરવું નિરર્થક છે . એમ મને પ્રથમ લાગેલું. પણ પછી
આ વિવાદમાં સમાએલા વિષયેા ઉપર વિશેષ પ્રકાશ પડે તે સારૂ એમ કેટલાક મિત્રો ઇચ્છે છે, અને એ વિષયે આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં