________________
૩૫૮
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
Heine કહે છેઃ “It is an error to suppose that this religion, Pantheism, leads men to indifference. On the contrary the consciousness of his divinity will inspire man with enthusiasm for its manifestation, and from this moment will the really noble achievement of true heroism glorify the earth."
અર્થાત કે આ ધર્મ–અદ્વૈતવાદ મનુષ્યને કર્તવ્ય પ્રતિ બેદરકાર કરે છે એમ માનવું એ ભૂલ છે. ઉલટું–આત્માન બ્રહ્મભાવ જાણતાં બ્રહ્મભાવ પ્રકટ કરવા તરફ એ ઉત્સાહથી પ્રેરાશે. અને તે ક્ષણથી ખરા વીરત્વનાં ખરાં ઉમદા પરાક્રમે જગતને તેજસ્વી કરશે. શ્રીભાગવત-ભગવદ્દગીતાદિમાં
મહિ?” એ અર્થની ઉક્તિઓ અનેક છે; અને અવકાશ હોય તે જીવન્મુકિતવિવેકમાં ઊતારેલા આ કે વાંચે –
'आर्यता हृधता मैत्री सौम्यता मुक्तता ज्ञता । સમાશ્રયત્તિ તે નિત્યાના પુfમવાલઃ पेशलाचारमधुरं सर्वे वाञ्छन्ति तं जनाः । वेणुं मधुरनिध्वानं वने वनमृगा इव ॥"
આર્યતા, હૈદ્યતા, મૈત્રી, સૌમ્યતા, મુક્તતા, શાનિતા–એ સર્વે અંતઃપુરમાં સ્ત્રીઓ રહે એમ નિરંતર એનામાં આશ્રય કરી રહે છે. સુન્દર આચાર કરીને મધુર એવા એને સર્વ જને વાં છે છે, જેમ વનમાં મધુર વેણુનાદ તરફ વનમૃગો સ્નેહથી વળે છે તેમ.”
[સુદર્શનઃ ઓકટોબર ૧૮૯૯]