________________
'
કેનેપનિષદ
૩૬૧
ધ્યાની પુરુષ જેનું વારવાર ઉપસ્મરણુ સંકલ્પાદિ કરે છે તે બ્રહ્મના અધ્યાત્મ આદેશ. તે સંભજનીય વસ્તુ છે. તે વન ', એટલે સંભજનીય બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. આ પ્રમાણે બ્રહ્મને જે જાણે છે તેનામાં સર્વે ભૂતવર્ગ ઇચ્છાનુકૂલ થાય છે. મને ઉપનિષદ્ કહે! એમ તે કહ્યું તે આ ઉપનિષદ્ તને કહી. બ્રહ્મસંબન્ધી ઉપનિષદ્ કહી. તે ઉપનિષદ્જ્ઞાનને અર્થે તપ, દમ, અને કર્મે એ પાત્ર છે, વેદ સ' અંગ છે, અને સત્ય તેનું સ્થાન છે જે આ ઉપનિષદ્ આ પ્રમાણે જાણે છે તેના પાપના નાશ થઈ, અનંત મહાન મેાક્ષમાં તે પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિ ચતુર્થાં ખણ્ડ,
"
C
"
ટીકાઃ—વેદાન્ત શાસ્ત્રમાં બ્રહ્મનાં બે સ્વરૂપ કપ્યાં છે. નિર્ગુણુ અને સદ્ગુણુ.-નિર્ગુણુ સ્વરૂપ બ્રહ્મનું પરમાર્થસ્વરૂપ છે. સગુણુ સ્વરૂપ માયાને સંબંધે કલ્પિત—માયિક,—ઉપાસ્ય સ્વરૂપ છે. આ વ્યવસ્થાને અનુસારે ગુરુ પ્રથમ ખંડમાં બ્રહ્મનું પરમાર્થ સ્વરૂપ શિષ્યને ઉપાસ્ય સ્વરૂપથી પૃથક્ કરી સમજાવે છે. અત્ર પ્રાણ પ્રથમ કાના સંબન્ધથી ચાલે છે. ? તથા મન ઇન્દ્રિય વગેરે કાની પ્રેરણાથી પ્રવર્તે છે ?આ પ્રશ્નના ઉત્તરમાં અંતઃકરણરૂપ ઉપાધિવિશિષ્ટ જીવાત્માનું જ નિરૂપણુ પ્રસક્ત થયા છતાં, જીવ અને બ્રહ્મનું ઐક્ય સૂચવી અદ્વૈત મત સ્થાપવા નિર્વિશેષ, ઉપાધિરહિત, નિČણુ બ્રહ્મનું નિરૂપણ ગુરુ આરભે છે. અત્ર શ્રોત્રનું નિયામક, મનનું નિયામક, ’ એમ ન કહેતાં ‘ શ્રોત્રનું શ્રોત્ર, ' ' મનનું મન ' ઇત્યાદિ કહી બ્રહ્મને એકી વખતે શ્રોત્ર, ચક્ષુ, મન રૂપે વર્ણવ્યું. આથી શ્રૌત્રનું' એમ ષષ્ઠીવિભક્તિયુક્ત ‘ શ્રોત્ર' શબ્દવર્ડ શ્રોત્રસંબન્ધી બ્રહ્મ અર્થના મેધ થઈ, સ્ત્રોત્ર શબ્દના વાચ્યાર્થની સાથે તેના તાદાત્મ્યના ખાધ થયા. અર્થાત્ બ્રહ્મ સર્વમય છે એમ તાત્પર્ય સિદ્ધ થયું. તેમ જ બ્રહ્મ શ્રોત્ર છે, ચક્ષુ છે, મન છે એટલું જ માત્ર કહે તેા તેથી દેહાર્દિકને વિષે આત્મભાવ સમજાઈ જડવાદ પ્રાપ્ત થાય, માટે શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન એ પ્રમાણે ષષ્ઠીવિભતિથી ભેદ્ય, અને તે જ શબ્દનું પુનઃએંહણ કરી તેના વાચ્યાર્થ સાથે અભેદ, સૂચવાય છે. અર્થાત્ ભેદ છતાં અભેદ, વ્યવહારમાં ભે, અને પરમાર્થમાં અભેદઃ : કારણ કે જે ભિન્ન વસ્તુ તે મિથ્યા, એટલે આખરે તે એકરસ વૃક્ષ જ. આ રીતે અદ્વૈતની વ્યવસ્થા કરી, બ્રહ્મમાં ચક્ષુ જઈ શકતું નથી, વાણી જઈ શકતી નથી, મન જઈ શકતું નથી ' એમ કહી, બ્રહ્મ પ્રત્યક્ષ, શબ્દ તથા અનુમાન પ્રમાણને પણ અગાયર છે એમ સૂચવ્યુ. આ સ્થળે કાઈ એમ શકા કરશે કે “ ત્યા વાણી જઈ શકતી નથી, મન
૪૬
"