________________
કેનેપનિષદ્દ
૩પ૯
કેનેપનિષદ્ સૂલ –(શિષ્ય ગુરુને પૂછે છે) કેની ઇચ્છાથી, કોના નિવેગથી મન ચાલે છે? કેમના સંબન્ધથી પ્રાણને પ્રથમ સંચાર થાય છે? કોની ઈચ્છાથી આ વાણું બોલાય છે ? ચક્ષુ, શ્રોત્રને પ્રવર્તાવનાર દેવ કેણ છે(ગુરુ ઉત્તર દે છે.) જે શ્રોત્રનું શ્રોત્ર છે, જે મનનું મન છે, જે વાણની વાણું છે, જે પ્રાણુને પ્રાણ છે, જે ચક્ષુનું ચક્ષુ છે તે. તેના જ્ઞાનવાળા અત્યન્ત મુક્ત થઈ આ લોકમાંથી જઈ અમૃત થાય છે તે બ્રહ્મા–માં ચક્ષુ જઈ શકતું નથી, વાણું જઈ શકતી નથી, મન જઈ શકતું નથી. તેને અમે નથી સમજતા, નથી જાણતા કે જેથી તેનું અનુશાસન કરી શકીએ. તે જ્ઞાત તથા અજ્ઞાત બનેથી ભિન્ન તથા પર છે, એમ અમે પ્રાચીન ઋષિઓ પાસેથી સાંભળ્યું છે, જેમણે અમને તેવું વ્યાખ્યાન કરી સંભળાવ્યું. જે વાણું થકી વદી શકાતું નથી, પણ જેનાથી વાણું પિતે જ વદાય છે તે જ બ્રહ્મ હું જાણું. જે આ ઉપાસ્ય છે તે આ બ્રા નથી. જેનું મન વડે કોઈ મનન કરી શકતું નથી, પણ જેનાથી મનનું મન થાય છે, તે જ બ્રહ૦. જેને ચથી કાઈ જોઈ શકતું નથી પણ જેના વડે ચક્ષુઓ જેવાય છે, તે જ બ્રહ્મ. જેને શ્રોત્ર વડે કેઈ સાંભળતું નથી પણ જેના વડે શ્રોત્ર સંભળાય છે, તે જ બ્રહ્મ. જેનું પ્રાણુ વડે પ્રાણન થઈ શકતું નથી પણ જેના વડે પ્રાણ પોતે જ ચાલે છે, તે જ બ્રહ્મ તું જાણ; જે આ ઉપાસ્ય છે તે આ બ્રહ્મ નથીઃ ઈતિ પ્રથમ ખણ્ડ,
(ગુરુ કહે છે) જો તું એમ માનતે હઈશે કે મેં બ્રહ્મ સારી રીતે જાણ્યું, તે ખરેખર તે માત્ર બ્રહ્મનું અલ્પ રૂપ જ જાણ્યું છે; તે એ કે જે તારું સ્વરૂ૫––છે તે, તથા જે દેવામાં છે, તે. વિદિત છતાં હજુ પાછળથી તે ઉપર તારે મનન કરવાની જરૂર છે એમ મારું ધારવું છે. (શિષ્ય મનન કરી કહે છે.) બ્રહ્મ સારી રીતે જાણ્યું એમ હું નથી માનતમેં નથી જાણ્યું એમ નથી, એમ જાણું છું. અમારામાંથી જેણે તેને જાણ્યું છે તેણે નથી જાણ્યું, અને જેણે નથી જાણ્યું તેણે જાણ્યું છે. અર્થાત – બ્રહ્મનું જેણે મનન નથી કર્યું તેણે જ તે કર્યું છે, તથા જેણે કર્યું છે તે બ્રહ્માને જાણતો નથી. તે જાણનારને જણાએલું નથી પણ ન જાણનારને જણાએલું છે. જેણે પ્રત્યેક પ્રત્યય–બધમાં બ્રહ્મને વિદિત જ માનેલું છે તે પુરૂષ અમૃતત્વ–બ્રહ્મભાવ–ને પામે છે, સ્વત વિર્ય–પ્રભાવતે મેળવે