________________
કેનેપનિષ
અવિદ્યોહિત સ્વરૂપ તે બ્રહ્મનું અધ્યાત્મ સ્વરૂપ. આ બે સ્વરૂપનું દ્વિતીય ખંડમાં “જે તારું સ્વરૂપ–તું–છે તે તથા જે દેવામાં છે તે” એમ કહી સૂચન કર્યું હતું, તેનું અત્ર વિશેષતઃ નિરૂપણ છે. આ બંને બ્રહ્મનાં પરમાર્થ સ્વરૂપ નથી એમ સૂચવવા મૂલમાં “મા” ( =“જેવું–જાણે”) પદે મૂક્યું છે. “લ ” પદમાં પણ “મા” ઉપસર્ગ ઘણું જ ઔચિત્યવિચારપુરઃસર લગાડ હોય એમ જણાય છે. પૂર્વે કહ્યું છે તેમ બ્રહ્મમાં મન વાણું જઈ શકતાં નથી, બ્રહ્મ જ્ઞાત તથા અજ્ઞાત બનેથી ભિન્ન તથા પર છે. તેથી તેનું “ અનુશાસન”—છે. તદનું તે પ્રમાણે શાસ્ત્રકથન–થઈ શકતું નથી માત્ર “આદેશ”—સંનિધિથી દેશના–થઈ શકે છે. અધિદેવત સ્વરૂપની ઉપાસનામાં સાકાર બ્રહ્મનું ધ્યાન, મૂર્તિપૂજન ઇત્યાદિ આવે છે. અધ્યાત્મ સ્વરૂપની ઉપાસનાના બે પ્રકાર છે. એક તે એ કે ભૂતભાત્રમાં– માત્ર સ્વપિચ્છમાં જ અથવા તે મનુષ્ય માત્રમાં જ નહિ–બ્રહ્મ છે એમ સમજી ઉપાસના કરવી, પ્રેમ રાખવો, તથા ભેદ બુદ્ધિ ટાળવી-ઇત્યાદિ. બીજો પ્રકાર અષ્ટાંગયોગનું આચરણ તે બંનેનું ફલ મન સ્થિર કરી બ્રહ્માકાર કરવું એટલું જ છે. મૂર્તિપૂજન બ્રહ્મને અપ્રિય છે, તથા “કોપ કરશે કર્તા રે અવિહિત વિધિવિધાને ” એમ માનનાર, બ્રહ્મને પ્રાકૃત છવ સમાન લેખી “નાસ્તિક મત રચનાર” થાય છે. બ્રહ્મને પ્રિય શું? અપ્રિય શું? એ તે પ્રેમ, કેપ ઈત્યાદિ સર્વ દેષોથી અતીત, નિર્વિશેષ, કેવલ સ્વરૂપ છે. “અગમ્ય અગોચર તત્ત્વ છે મોટું, એની તુલના કલનાર કે થકી ન કરાય” તે બ્રહ્મનું અનુપાસ્યત્વ કૃતિ વારંવાર ઉષ કરીને વર્ણવે છે. અંતઃકરણ શુદ્ધ કરી વાસનાને ક્ષય કરવો એટલું જ ઉપાસનાનું પ્રયોજન છે. મેક્ષનું મુખ્ય સાધન અને પરમ ધર્મ તે જ્ઞાન જ છે. પણ જ્ઞાનસંપત્તિમાં ઉપાસના સાધનભૂત છે માટે જ તેનો વિધિ છે. વસ્તુતઃ કેવલ બ્રહ્મમાં ઉપાસના સંભવતી નથી. ઉપાસના વડે કાઈ “સૃષ્ટ પદાર્થો થકી ભિન્ન” ઈશ્વરને પ્રસન્ન કરી આત્માનું ઐહિક તથા આમુમ્બિક કલ્યાણ સાધવાનું નથી. આવો સ્વાર્થ વેદાન્તીને અનિષ્ટ છે, સ્વાર્થ વેદાન્તના વિધિથી બહિર્ભત છે. સ્વાર્થ એ જ રાગાદિ દેનુ બીજ છે. સ્વપદાર્થ જ ઉપાધિ જન્ય અજ્ઞાન કલ્પિત સંસારને હેતુ છે. એ જ “દુઈટ, દુર્ગંધ,
સ્તર” માયાવિલાસ છે. માટે સ્વાર્થને સર્વથા ત્યાગ કરી, અંતકરણ શુદ્ધ કરી, તથા ઉપાધિઓ દૂર કરી બ્રહ્મવિદ્દ થઈ બ્રહ્મ થવું, અદ્વૈત બ્રહ્મ અનુભવવું, એ જ પરમ પુરુષાર્થ, એ જ મોક્ષ. અત્ર ઉપનિષદના જ્ઞાનથી પાપનો નાશ થઈ અનન્ત બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે એમ કહેવાને સૂક્ષ્મ