________________
કેનેપનિષદ
૩૬૫
-
-
-
-
પામે છે એમ કહેવાનો અર્થ એવો છે કે દેએ પિતાના મહિમામાં વાસ્તવિક રીતે બ્રહ્મને મહિમા જાણવાને છે. તેમ જ મુમુક્ષુએ પણ ઈન્દ્રાદિને મહિમા અર્પતાં તે વસ્તુતઃ બ્રહ્મને જ મહિમા છે એમ જાણવું જોઈએ. અર્થાત ભકિતને જ્ઞાનસંયુતા કરવાની છે. આ વિજય આપને જ છે. આ મહિમા આપને જ છે –અત્ર “જ” પદથી સૂચવાતે બ્રહ્મના મહિમાને વ્યવચ્છેદ કરે એ જ ભ્રાન્તિ છે. આથી કાંઈ દેવોની મહનીયતા ખેટી ઠરતી નથી. સર્વ મહિમા બ્રહ્મને જ છે એમ જાણવાનું છે, તેમ છતાં બ્રહ્મ મહનીય નથી. મહનીયતા દેવામાં જ ઘટે છે, કારણ કે બ્રહ્મ તે પૂર્વે કહ્યું છે તેમ નિર્ગુણ, અવિષય, અનુપાસ્ય જ છે. વળી મૂલમાં ઇન્દ્ર, વાયુ, અગ્નિ સર્વથી શ્રેષ્ઠ થયા એમ ન કહેતાં “શ્રેષ્ઠ જેવા” થયા કહેવાને અભિપ્રાય એવો છે કે સગુણ બ્રહ્મનું ઉપાધિત તારતમ્ય માત્ર તેઓમાં ભાસે છે. દ્વિતીય ખંડમાં કહ્યું તેમ જ્ઞાન–મેક્ષ આત્મામાં સ્વભાવસિદ્ધ છે. અને તેથી વસ્તુતઃ સર્વે સમાન જ છે. જેણે બ્રહ્મ નથી જાણ્યું તેણે જાણ્યું છે, અને જેણે જાણ્યું છે તેણે નથી જાણ્યું. અત્ર
ઉમા” શબ્દથી આપણે વિદ્યાખ્યા પરાશક્તિનું ગ્રહણ કર્યું; પણ હવે વિદ્યાનું સ્વરૂપ શું છે તથા વિદ્યા કેને કહેવી એને નિશ્ચય “ઉમા' શબ્દ ઉપર જરા વિશેષ લક્ષ દેતાં થઈ શકે છે. “ઓમકાર-ઘટક “અકાર, G”કાર, તથા “ભકારને સ્ત્રી–પ્રત્યય લાગી ‘મા’ શબ્દ થયો છે. તેમાં પ્રથમ ઉ”કાર પછી “મરકાર અને પછી “અકાર એમ ક્રમ છે. લય ઉપરથી ઉત્પત્તિનું અનુમાન કરી સ્થિતિનું સ્વરૂપ નિશ્ચિત કરવું તે “ઉમા–વિદ્યા. ભાસમાન વસ્તુજાત નશ્વર છે માટે તે આદિમત છે એમ અનુમાન કરવું; પછી ઉત્પત્તિ તથા લય મિથ્થા વસ્તુનાં જ બને છે, એ ઉપરથી સ્થિતિમાં પણ તે મિથ્યા જ છે એમ જાણવું તે સમ્ય જ્ઞાન, શ્રીગૌડપાદાચાર્યે કહ્યું છે તેમ
મહાવતે જ અarreત વર્તમાડપિ તથા”–“આદિમાં તથા અન્તમાં નથી તે વર્તમાનકાલમાં પણ નથી જ.” આ જ ઉમાને સાકાર ઉક્તિથી પુરાણમાં સર્વજ્ઞ મહેશ્વરની સહચારિણું, તથા સર્વ ભવસંતાપના ઉપશમ વિના વિદ્યાની ઉત્પત્તિ થતી નથી માટે તેને હિમવાનની પુત્રી, કલ્પી છે.
પ્રથમ ત્રણ ખંડમાં નિર્ગુણ બ્રહ્મ સમજાવ્યું. હવે ચતુર્થ ખંડમાં સગુણ, ઉપાસ્ય બ્રહ્મ સમજાવે છે. ઉપાસ્ય બ્રહ્મનાં બે સ્વરૂપ છે. આધદૈવત અને અધ્યાત્મ. ચેતન રૂપે રહી જડજગતને પ્રવર્તાવનારૂ માયિક સ્વરૂપ તે બ્રહ્મનું અધિવત સ્વરૂપ અને પ્રાણિમાત્રમાં આત્મારૂપે ભાસનાર
-
'
'
O
:
-
-
-
-
-
-
-
-