________________
કેનેપનિષદ્દ
બ્રહ્માની શકિત વિના તેઓમાં લેશ ભાર પણ સ્વકીય શકિત નથી. આ પ્રમાણે આ કથાને મુખ્ય ઉપદેશ છે, અને તે અત મતમાં જ ઉપપન્ન થાય છે. બ્રહ્મને જીવ-જગતથી ભિન્ન કેઈ નિમિત્ત ચેતન કતરૂપ માનીએ તે તેની જ શક્તિથી સર્વ કાર્ય થાય છે એમ ન કહી શકાય. રથકાર રથાદિ કરે છે તેમાં બ્રહ્મ કારણું ખરું કે નહિ? જે તે ઠેકાણે બ્રહ્મને કારણ ન માને તે બ્રહ્મની સર્વશકિતમત્તા હાનિ પામે. વિશ્વનાં અનન્ત ચેતન પ્રાણુઓથી થતાં કાર્યોમાં બ્રહ્મ કારણ ન કરે, અને બ્રહ્મની શક્તિ સર્વવિષયક ન થતાં માત્ર એકદેશી થાય. વળી ત્યાં પણ બ્રહ્મ કારણ ખરું એમ કહેશે તે કારણકટિમાં વૃથા ગૌરવ થશે, તથા પાપપુણ્યની વ્યવસ્થા પણ એ મત પ્રમાણે બની શકશે નહિ. અસંખ્ય જીવમંડલને કૃત્રિમ પૂતળાંની માફક રમાડી, જે કર્મ તેઓ પરત~ રીતે કરે છે તેને માટે સુખદુઃખાદિ ફરમાવવાં એ બ્રહ્માને કે ન્યાય? કેવી કરણી ખરે નિરીશ્વરવાદ તે આ જ. આથી ઈશ્વરની વિશેષ નિન્દા શી થઈ શકે માટે બ્રહ્મમાં સર્વશક્તિમત્ત્વ ઉપપન્ન કરવા અહમત સ્વીકારવો જોઈએ. આ ઉપરાંત ઇન્દ્રાદિ દેવોને પણ ઉત્કૃષ્ટતા અર્પનાર બ્રહ્મવિદ્યાનું પરમ–પુરવાર્થa, તથા દેવો પણ અભિમાનથી બ્રહ્મને જાણું શકતા નથી માટે બ્રહ્મજ્ઞાન સંપાદન કરવા અભિમાનનું હેયત્વ-ઇત્યાદિ અનેક બીજા ઉપદેશ આ નાની સરખી કથામાં સમાએલ છે. અત્ર "ઉમા હૈમવતી' થી વિદ્યાખ્યા પરા શકિત સમજવાની છે. બ્રહ્મવિદ્યા–સમ્યગ જ્ઞાન–વિના અલભ્ય છે. એ સમજાવવા આ આલંકારિક વચન છે. વિદ્યાથી બ્રહ્મ જાણવાનું છે, પ્રાર્થના ઉપાસના કરવાનું નથી. દેવોએ પણ બ્રહ્મ “જાણ્યું” એટલું જ અત્ર કહ્યું છે, દેએ બ્રહ્મની સ્તુતિ ઉપાસના કરી એવું કાંઈ નથી. આ ઉપરથી તેમ જ નિર્ગુણ બ્રહ્મને ઉદેશી આ આખ્યાયિકા કહી છે તે ઉપરથી પણું જ્ઞાન જ મેક્ષિસાધન, મુખ્ય ધર્મ છે–એમ તાત્પર્ય સમજાય છે. શબ્દવિશેષ પણ આ જ મતને પુષ્ટિ આપે છે. યક્ષ” શબ્દને યજનીય—પૂજનીય–અર્થ કરતાં આ કથામાંથી એવો ઉપદેશ નીકળે છે કે બ્રહ્મને પૂજનીય માન્યાથી બ્રહ્મનું ખરું સ્વરૂપ સમજાઈ જતું નથી. સમ્યગુ જ્ઞાન–વિદ્યા. પ્રાપ્ત કર્યા સિવાય તે સમજાતું નથી વિદ્યા પ્રાપ્ત થઈ એટલે બ્રહ્મમાં પૂજનીયત્વ રહ્યું નહિ. ઈ ઉમા–વિદ્યા–ને પૂછયું કે આ યક્ષ શું છે? ત્યારે તેણે આ યક્ષ-પૂજનીય–બ્રહ્મ છે એમ ન કહેતાં માત્ર એટલું જ કહ્યું કે આ બ્રહ્મ છે. બીજું–ઇન્દ્રાદિ દેવ અયોગ્ય રીતે પૂજાય છે, અથવા તે તેઓની પૂજા સદોષ છે એમ ન કહેતાં, બ્રહ્મના વિજયમાં તમે મહિમા