________________
.
બી
૩૬૨
કેનેપનિષદુ જઈ શકતું નથી.” એને અર્થ એમ નથી કે બ્રહ્મ સર્વથા મન તથા વાણીને અગમ્ય છેઃ બ્રહ્મમાં અનેક અનન્ત ગુણે છે તે સર્વ આપણે પામર મનુષ્ય વર્ણવી શકીએ એમ નથી, માટે આપણું “કરુણામય” “ન્યાયકારી” ઈત્યાદિ શબ્દ જે કે બ્રહ્માના અનેક ગુણને એકદેશ જ વર્ણવે છે, તથાપિ તે બ્રહ્મ પર ખોટા નથી. આ શંકાનું નિરાકરણ મૂલના શબ્દોથી જ થઈ જાય છે. પ્રથમ તે આમ અર્થ કરવામાં “ન” એ નિષેધ વાચક પદને મુખ્યાર્થ ત્યજી લાક્ષણિકાર્ય સ્વીકારવો પડે એ જ દૂષણ, બીજું આ અર્થ પ્રકરણ વિચારતાં પણ અસંગત થાય છે. “તે જ બ્રહ્મ તું જાણ, જે આ ઉપાસના કરે છે તે આ બ્રહ્મ નથી.” એમ કહી બ્રહ્મ પ્રાર્થનાઉપાસનાને વિષય નથી એમ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. ત્રીજું “ રહ્યું
તિ... ....”ઇત્યાદિમાં જતિ (જાય છે) શબ્દનો પ્રયોગ પણ ગૂઢ તાત્પર્યપુર સર થાય છે. “તેને ચક્ષુ જોઈ શકતું નથી, વાણું બેલી શકતી નથી, મન મનન કરી શકતું નથી.” એમ ન કહેતાં ચક્ષુરાદિ
જઈ શકતાં નથી” એમ કહી તે તે કર્મને અનુકૂલ પ્રયત્ન પણ સંભવ નથી એમ સૂચના કરી. અથત બ્રહ્મ સંપૂર્ણ રીતે વર્ણવી શકાતું નથી એટલું જ નથી, પણ તેના વર્ણનાદિને સર્વથા નિષેધ છે. “વિજો વિનામઃ ' એ વાક્યને પણ આ જ અર્થ છે. એકવાર “અમે તે નથી સમજતા એમ કહેવાથી શંકા રહી જાય છે કે બ્રહ્મ સર્વગુણસહિત બુદ્ધક્યારૂઢ નથી કરી શકાતું માટે “અમે નથી સમજતા” એમ કહ્યું છે કે સર્વથા તે જ્ઞાનને અવિષય છે માટે તેમ કહ્યું છે ? આ શંકાનું નિવારણ “ન વિશે વિનામઃ '—“અમે નથી જાણતા, નથી સમજતા,” કહેવાથી થાય છે. અર્થાત બ્રહ્મ સર્વથા અમે નથી જાણતા એ જ સિદ્ધ અર્થ છે. તેથી “કરુણામય” “ન્યાયકારી,” “પરમ પવિત્ર” ઇત્યાદિ વિશેષણે બ્રહ્મમાં અપ્રસંજનીય છે. વળી તે બ્રહ્મ “વિદિત તથા અવિદિતથી ભિન્ન છે તથા પર છે એટલે કે તે જ્ઞાનવિષય નથી તેમ અજ્ઞાત પણ નથી, તથાપિ સ્વયંપ્રકાશ હેવાથી સર્વદા જ્ઞાત જ છેઃ અતુચ્છ તથા પરસ્વરૂપ છે. દ્વિતીય ખંડમાં આ વિષયનુ વિશેષતઃ સ્પષ્ટીકરણ થશે. બ્રા, મન, ચક્ષ, શ્રોત્રાદિકથી અતીત છતાં, નથી એમ નથી. મન, ચક્ષ, તથા શ્રોત્રાદિક પિતે જ એનાથી સિદ્ધ થાય છે, કારણ કે બ્રહ્મ જ સન્મય સવનું અવભાસિક છે. માટે “જન્મનસા ન મરે”—“જેનું મન વડે કાઈ મનન કરી શકતું નથી” ઇત્યાદિ કહ્યું. તે બ્રહ્મ ઉપાસ્ય નથી, કારણ કે જ્યાં વાણી જઈ શકે નહિ તેની પ્રાર્થના કેમ સંભવે? વળી જે નિર્ગુણ ઇન્દ્રિયરહિત છે,