________________
જ્ઞાન અને નીતિ
૩૪૫
તે જ હવે જ્ઞાનીમાં લક્ષણરૂપે થઈ રહ્યા છે–સ્વભાવથી જ (વિના પ્રયત્ન) એનામાં એ વશી રહ્યા છે.”
ઉપરના ઊતારામાંથી એક સિદ્ધાન્ત સ્પષ્ટ રીતે નીકળે છે તે એ કે શાંકરવેદાન્ત પ્રમાણે કર્મ, જ્ઞાન, અને પાછુ કર્મ પહેલા અને છેલ્લા કર્મ વચ્ચે તફાવત એટલે કે પહેલું કર્મ તે જ્ઞાનને માટે, અને છેલ્લે કર્મ તે જ્ઞાનમાંથી સ્વતઃ ઊપજી આવતું. જ્ઞાનની પછી નહિ, પણ જ્ઞાનસમકાલીન, અને તે પણ જ્ઞાનમાં બહારથી લાવી ઉમેરવાનું નહિ પણ જ્ઞાનમાંથી સ્વયંકલિત થતું અને તેથી જ્ઞાનરૂપ જ.
આટલા વિવેચનથી એક વાત સ્પષ્ટ થઈ તે એ કે “અપક્ષ જ્ઞાન– અન્તિમ જ્ઞાન–પ્રાપ્ત થયા પછી કાંઈ જ કરવાનું બાકી રહેતું નથી. જે કઈ કર્મ થાય છે તે જ્ઞાનને અંગે જ થાય છે. પણ ઉપર જેને “પક્ષ જ્ઞાન” કહ્યું તેની સાથે સદવર્તન-કર્મ-ને જોડવાની જરૂર ખરી કે નહિ? આને ઉત્તર કે શાંકર વેદાન્તમાં જેને “પક્ષ જ્ઞાન” કહે છે એ પણ સર્વથા તર્કદલીલ અથત મગજના વ્યાપારરૂપ છે એમ નથી, જે કે એમાં મગજના
વ્યાપારનું પ્રાધાન્ય હોવાથી એને ઉપર એ રૂપે વર્ણવવામાં આવ્યું છે. ખરી રીતે જોતાં, પરાક્ષ જ્ઞાન તે કાચું જ્ઞાન અને અપક્ષ જ્ઞાન તે પાકું જ્ઞાન એવો ભેદ પડવાને વધારે ઉચિત છે; કારણ કે અપરોક્ષ જ્ઞાન પરાક્ષ જ્ઞાનની પરિપવાવસ્થા છે. પક્ષ જ્ઞાન આત્મામાં કરીને, પિતાને અનુરૂપ વર્તન સુશ્લિષ્ટ રીતે ઊપજાવી, આજ સુધી જે સવર્તન શુભવાસના (પૂર્વના શુભ સંસ્કાર
અને આસપાસની શુભ પરિસ્થિતિ) ને લીધે એક ટેવ માફક (instinctive) ઊપજી આવતું હતું, એ જ સદ્વર્તનને હવેથી સમજણવાળું (Rational) કરી, સમસ્ત આત્માને પિતાના તેજથી રંગે છે, પરિપકવ કરે છે, એને આન્તર રસ પ્રકટ કરી આપે છે. આ છેલ્લી અવસ્થા એ અપક્ષ જ્ઞાનની અવસ્થા છે. આ પ્રમાણે પક્ષ જ્ઞાન અને અપક્ષ જ્ઞાન એક જ જ્ઞાનની બે ભૂમિકાઓ હોવાથી, જેમ અપરાક્ષ જ્ઞાનમાં સદવર્તન એક સ્વાભાવિક ધર્મ તરીકે એની મેળે જ સમાઈ જાય છે તેમ પક્ષજ્ઞાન પણ એને (સવર્તનને) ઘણું ઉપકારક થઈ પડે છે. પરોક્ષ જ્ઞાનની પણ સવર્તન ઉપર કેવી સચોટ અસર થાય છે એ નીચે ઊતારે બહુ સારી રીતે સમજાવે છે –
"On the other hand, as it is impossible to separate practice from theory, so it is impossible to separate theory from practice. As Aristotle insisted, the abiding interest of the