________________
ઉપર
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
= ત્રણ ગુણથી પર એવા માર્ગમાં વિચરનારાઓને વિધિ છે અને નિષેધ શો?” આ વિરોધ શી રીતે ટાળવો?
ઉત્તર–ખરી વાત છે કે વેદાન્તનિરૂપણમાં હું નીતિ ઉપર બહુ ભાર મૂકું છું. આરંભથી જ હું આગ્રહપૂર્વક કહેતો આવ્યો છું કે અદ્વૈતવેદાન્ત એ ખરી ધાર્મિકતાનું રહસ્ય છે, અને નીતિને એ વિશાળ અને પરમ ગંભીર પાયો છે. આ બે સત્યે જ વાચક આગળ સાંગોપાંગ રીતે પ્રકાશિત કરી શકાય તે એ ઘેટું છે? આપ જાણતા જ હશો કે સુદનિમાં આ દષ્ટિબિન્દુ કાંઈ નવીન નથી. બ્ર. મણિભાઈએ “અભેદ અને “પ્રેમ”, શબ્દ એટલા માટે જ પ્રચલિત કર્યા હતા.
આપના પ્રશ્નનો ઉત્તર આ રીતે છે –
(૧) પ્રાચીન સમયમાં વેદાન્તને અભ્યાસ માંડતાં પહેલાં સદાચારનું અસ્તિત્વ માની લેવામાં આવતું હતું. એટલું જ નહિ પણ–બીજું-વર્ણશ્રમની વ્યવસ્થા સદાચારની સિદ્ધિ માટે એવી ઉપયોગી થતી કે એટલી વ્યવસ્થાને યથાસ્થિત રીતે તાબે થતાં એવા આત્મા થોડી જ રહેતા કે જેનામાં સદાચાર તરફ સચિ ન હોય. એવા દીધું અને શ્રદ્ધાપુર સર કરેલા નીતિના પરિચય પછી એ નીતિ કેવી આવશ્યક છે એ મુમુક્ષુને કહેવાની જરૂર જ પડતી નહિ. માત્ર સમજાવવાનું એટલું જ રહેતું કે શાસ્સે ઉપદેશેલા પ્રવૃત્તિલક્ષણ ધર્મને અંગે એણે આજ પર્યત અગ્નિહોત્રાદિ જે કર્મો કયી છે તે હવે પછી નિરર્થક છે કેમકે હવે એણે જે માર્ગમાં પ્રવેશ કરવાને છે તે મેક્ષને છે, જ્ઞાનને છે, એટલે નિવૃત્તિધર્મનું એમાં પ્રાધાન્ય છે. એવા મુમુક્ષને ઉક્ત ઉપદેશ કર્યા છતાં પણ આજ સુધી શ્રદ્ધાથી જે જે કર્મો એણે કર્યો છે, તે ઉપર સ્વાભાવિક રીતે એનું મન ચેટી રહે છે. અને તે ખસેડવા માટે જ શાસ્ત્ર કહે છે –
" निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः"
આમ વિધિ-નિષેધને અભાવ બોધવામાં જ્ઞાનમાર્ગીને આશય સદચરણની વ્યવસ્થા પી નાખવાનું નથી, પણ અમુક પ્રકારનો આચાર–કમેકાંડાદિ સકામ ક્રિયામાત્ર–હવે પછી નિરર્થક છે, એટલું જ સમજાવવાને છે.
(૨) બીજું જ્ઞાન માટે એમ કહેવામાં આવે છે કે “ત્વપિર રુમાન જાન ત્તિ જ નિવ –અર્થાત “ત્રણ લોકને હણને પણ એ