________________
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
૩પ૧.
દમ, દાન, અને દયાની કર્તવ્યતા બતાવી છે, કેટલેક સ્થળે તપ અને શ્રદ્ધાની, અને વળી બીજે સત્ય અહિંસા બ્રહ્મચર્ય આદિ ધર્મો ઉપદેશ્યા છે. આપણુ દષ્ટાન્તમાંથી પણ સાધનની કર્તવ્યતા બહુ ફલિત થાય છે. હું મુક્ત છું” એટલી કલ્પનાથી આરોપીને આનંદ આવતો નથી, પણ જ્યારે એ વસ્તુતઃ મુક્ત ઠરે છે ત્યારે જ. એ જ રીતે આપણે વાસ્તવિક મુક્તિ સાધનદ્વારા અપક્ષ જ્ઞાનવિષય કરવાની છે. “હું મુક્ત છું, હું મુક્ત છું” એમ વૃથા જલ્પ કરવાથી કાંઈ જ લાભ નથી, તથા દુઃખની નિવૃત્તિ પણ માત્ર દુઃખ મિથ્યા છે એમ કહીને કરવાની નથી, પણ હૃદયગુહામાં “અલખ” જગાવીને કરવાની છે–અને આ “અલખ” જગાવવા માટે નીતિ (સત્કર્મ), જ્ઞાન, ધ્યાન, પ્રેમ આદિ અનેક સાધને છે, જેમાંનું એક પણ નિરવધિ આનન્દ ઉપજાવી શકે છે, તે સર્વ એકત્ર થાય ત્યાં શું કહેવું! આ સર્વે સંબધે મહારે બહુ કહેવાનું છે પરંતુ એ તે વળી કેઈ બીજે પ્રસંગે ખાસ લેખ દ્વારા કહીશ. આપણે તે હમણું એટલો વિચાર કરવાનું હતું કે
વેદાન્તનું જ્ઞાન પ્રાપ્ત કર્યા છતાં આનન્દ કેમ નથી આવત? મારે યથામતિ ઉત્તર એટલો છે કે (૧) અધિકારપૂર્વક સાધનસેવન વિના દૈવીસંપત પ્રાપ્ત થતી નથી; (૨) દૈવી સંપત વિના મલિન વાસનાને ક્ષય થતો નથી; (૩) એ ક્ષય થયા વિના બ્રહ્મજ્ઞાન વ્યર્થ છે, વ્યર્થ તે શું પણ ઉત્પન્ન જ થતું નથી; અને (૪) બ્રહ્મજ્ઞાન વિના કેલ જગતનું મિથ્યાત્વ અનુભવવું એ તે શુન્યવાદને આચાર છે, અને વધારે ચેકસ રીતે બેલીએ તે ખરી રીતે એમાં મિથ્યાત્વ અનુભવાતું જ નથી, કારણ કે જગત નું મિથ્યાત્વ તે બ્રહ્માના સત્યવને લઈને જ અર્થવાળું બને છે. તે વિના તો મિથ્યાત્વ અનુભવવું એટલે ક્ષણવાર આંખ મીચવી કે ઉઘી જવું–જે
અવસ્થા વસ્તુતઃ અંધકારની છે, પ્રકાશની નથી. માટે વેદાન્તના અનુભવને મૂળ પાયે સદાચાર ઉપર છે, અને એ ભાગે આપણું બધુઓ જેમ જેમ ચાલતા જશે તેમ તેમ ખરા વેદાન્તજ્ઞાનની સમીપ અવાતું જશે. હાલ કેટલાક વેદાન્તીઓમાં જે સમજણ દેખાય છે તે અત્યન્ત શોકજનક છે.
૨ પ્રશ્નઃ-આપ વેદાન્તના સાક્ષાત્કાર માટે સદાચારની આવશ્યકતા ઉપર આટલે બધે ભાર મૂકે છે, અને અમે તે એક પ્રસિદ્ધ વેદાન્ત ગ્રન્થમાં વાંચીએ છીએ કે –
" निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः"