________________
બ્રહ્માનન્દ શી રીતે થાય ?
૩
વેર વારતા” એ શ્રુતિના “રિયા ” (“સારી રીતે ચેતરફથી આલિગાએલો (શબ્દમાં) બહુ અર્થ છે. પણ તમે પૂછશે કે આ મલિન વાસના કેમ જાય?” એને ઉત્તર કે –
(૩) “દૈવી સંપત’ની વૃદ્ધિ કરવાથી. આપણામા એક ભ્રમ ચાલતે ઘણુવાર નજરે પડે છે તે એ છે કે “વિત્તવૃત્તિનિરોધ” ને “ગ”
ધ્યાન,” ઇત્યાદિ નામ આપી એને મલિન વાસના ક્ષયનું મુખ્ય સાધન માનવામાં આવે છે. “શ્ચિત્તવૃત્તિનિરોધઃ' ઇત્યાદિ સૂત્ર રચનારનો આશય આપણું પ્રાકૃત લેકે માને છે તે કરતાં જુદે જ છે, અને એને વાસ્તવિક અર્થ મહારે ગ્રાહ્ય છે. પણ તે દર્શાવવાનો અને પ્રસંગ નથી. માટે હમણાં તે હું એમ જ કહીશ કે “ચિત્તવૃત્તિના નિરોધથી મલિન વાસનાનો ક્ષય થાય છે” એ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી. મલિન વાસનાને ખરેખર ક્ષય તિદિરાધી શુભવાસના અને શુભવાસનામાંથી ઉત્પન્ન થતા સદાચાર (સતકર્મોથી થાય છે. માટે જ શ્રીકૃષ્ણ ભગવગીતામાં પ્રવૃત્તિ ઉપદેશી છે, અને “આસુરી સંપત ” ની સહામે, એનો અભાવ ન મૂકતાં, “દૈવી સંપત ” એવા નામથી ભાવાત્મક મન વાણું અને ક્રિયાના ધર્મોનું પ્રતિપાદન કર્યું છે. સારાંશ કે મલિનભાવન વેગ હદયમાંથી દૂર કરવા માટે ખરૂ સાધન શુભ કર્મો છે. અને કર્મોની હદય ઉપર અને હૃદયની કર્મો ઉપર એસ પરસ્પર અસર થઈ, આખરે મનુષ્યનું સમગ્ર સ્વરૂપ વિશુદ્ધ બને છે. એવી + અર્થ –જેમ પુરુષ એની પ્રિયા જ્યારે એને સારી રીતે અને ચોતરફથી આલિગન કરે છે ત્યારે એ બાહ્ય કે આન્તર કાંઈ (ભેદ) જાણતા નથી, તેમ પરમાત્માથી સારી રીતે અને ચોતરફથી આલિગિત થતાં આત્મા બાહ્ય કે આન્તર કાંઈ પણ જાણતો નથી. ૪ શ્રીમદ્ ભગવદ્ગીતા કદાચ ઉપસ્થિત ન હોય માટે ઊતારે આપીશું. ભાષાન્તરની જરૂર પડે એવું નથી.
अभयं सत्त्वसंशुद्धिानयोगव्यवस्थितिः । दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥ अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं हीरचापलम् ॥ तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । भवन्ति संपदं देवीमभिजातस्य भारत ॥
[ માવદીતા ]