________________
“માવતત્તમઃ”
૨૨૧
ઉનત ચારિત્રવાળા પુરુષોને તે પિતે સ્વાર્થ ત્યાગ કરે છે એવી બુદ્ધિ રહેતી જ નથી, કિત સ્વાર્થત્યાગ કરીને જ એ કૃત્યમાં એને આત્મા અભાભિંથી ઉલ્લાસે છે. વળી, ત્યાગબુદ્ધિમાં જ એ કર્તવ્યનું તત્ત્વ સમાએલું હોય તો સ્વા પ્રતિ કઈ પણ પ્રકારનું કર્તવ્ય સંભવે જ નહિ. કેવલ સ્વાર્થમાં કે કેવલ પરાર્થમાં કર્તવ્ય રહેલું નથી એ સુપ્રસિદ્ધ વાત છે. તે પછી પરાર્થે જ– સર્વાર્થે નહિ પણ પરાર્થે જ–પ્રવૃત્તિ થવી જોઈએ એવો આગ્રહ કરવાને કાંઈ કારણ જણાતું નથી. માટે ત્યાગબુદ્ધિ નહિ પણ ઉન્નત પ્રયાણ કે એવું જ બીજું કઈક શાસ્ત્રીય તત્વ કર્તવ્યભાવનાનું સારભૂત રહસ્ય માનવું ગ્ય છે.
આ તત્ત્વને વિરોધી સ્વાર્થ તે જ અનિષ્ટ સ્વાર્થ છે. જ્યાં અભેદ હોય ત્યાં ત્યાગ સંભવે નહિ એમ વિવક્ષિત હોય તે એ કહેવું ખોટું છે. કારણ કે જે અર્થમાં સ્વાર્થ અનિષ્ટ છે એ અર્થમાં સ્વાર્થને ત્યાગ થવા અતદાનમાં અવકાશ છે જ. અને પક્ષી અભેદને અપક્ષ કરી આપ એ એનું પ્રયોજન છે. સ્વથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જ્યારે વેદાન્ત કહે છે ત્યારે “સ્વ” શબ્દને અર્થ “સ્વાર્થ શબ્દઅંગભૂત “રવ–શબ્દના અર્થથી જુદે જ છે. આ બે સ્વ-શબ્દ વચ્ચે એક પાશ્ચાત્ય વિદ્વાને બતાવ્યું છે તેમ, “Self” (હેટા વાળા) અને “self” (ન્હાના s વાળા) વચ્ચે જેટલો ભેદ છે તેટલો ભેદ છે. અર્થાત સ્વથી પર બીજું કાંઈ છે જ નહિ એમ જ્યાં કહેવામાં આવે છે ત્યાં સ્વ શબ્દનો અર્થ ભૂતમાત્રને 4 (આત્મા) એ પરમાત્મા છે; અને સ્વાર્થશબ્દઅંગભૂત સ્વશબ્દનો અર્થ અહંકારાસ્પદ રાગદ્વેષાદ્યવચ્છિન્ન બદ્ધ ચૈતન્ય એટલે જીવાત્મા છે.
વેદાન્ત જે આત્માનન્દ ઉપદેશે છે તે સ્વાર્થ, કે પ્રત્યેક સારાં ખોટાં સર્વ કૃત્યમાં તે આત્માનન્દ, નથી; પણ આત્માનું જે વિશુદ્ધ ખરું પરમાભભૂત સ્વરૂપ તે સ્વરૂપનો અનુભવ થતાં જે આનન્દ થાય છે તે છે, આ આનન્દ પરાર્થ-વિરોધી નથી, કિંતુ પરાર્થ-ઉપપાદક છે.*
. There is an obvious distinction between selfishness and self-realisation, between unselfishness and self-extinction Moral disinterestedness does not mean, even at the highest, the cessation of self-consciousness or self-satisfaction...... Even in self-sacrifice for another there is present a reference to sell,