________________
૨૭૮
“ખાડાની ધાર”
ચલાવ, મહારી “લિવરી” (પટેળા) આખા જગતને પહેરાવવી, કેઈને ઉપર જુલમ ન કરતાં સવને ખુશીથી મહારા સત-ચિત-અને આનન્દમય રાજ્યમાં ભાગ આપો, એ હારી અધ્યાત્મ રાજ્યભાવના છે.
લેક છેટું કહે છે કે હરિશ્ચન્દ્ર રાજ્યપાટ ત્યજ્યાં, અને રાણી-કુંવરને વેચ્યાં, અને પોતે પણ વેચાયો ! જડ શરીરને એક સ્થાનેથી ખશી બીજે
સ્થાને જતાં જોયાં, આ શરીરને પેલા શરીરની સેવા કરતાં જોયાં, અને એ ઉપરથી પોતાની ભાષામાં કહ્યું કે “હરિશ્ચન્દ્ર રાજ્ય ત્યર્યું ઇત્યાદિ! વસ્તુતઃ, હરિશ્ચન્દ્ર સત્યસ્વરૂપ ચિતન્યસ્વરૂપ અને આનન્દસ્વરૂપ હતા, એણે પિતાની અલૌકિક રાજ્યભાવના સિદ્ધ કરી, અને એ રાજ્યમાં પોતાને આત્મવત વહાલાં એવાં પિતાનાં પત્ની અને પુત્રને ભાગ આપે.
સ્મરણ રાખજો કે આ સઘળું પોતાના નાના સરખા હુ” ખાતર નહિ; હરિશ્ચન્દ્રનું રાજ્ય જેમ વિશાળ–દેશ કાલ પ્રસંગના અવધિ રહિત–હતું, તેમ એને “હું” પણ વિશાળ હતો. એના હાના “હું”ને તે એણે
બહુચરી”—અનન્ત વૈભવ અને લીલાવાળી ચૈતન્ય શક્તિને મેળે મૂકી દીધું હત; બહુચરાજીના સેવકે મા આગળ મરઘડું રમતું મૂકે છે એમ.
તમને થશે કે હરિશ્ચન્દ્ર જેવા આપણુથી શી રીતે થવાય? તમારી નમ્રતા હું વખાણું છું, અને એ નમ્રતા ખરા હૃદયની છે એ પણ હું સમજી છું—પણ હું તો બેધડક તમને કહું છું કે તમે હરિશ્ચન્દ્ર જેવા તે શું પણ હરિશ્ચન્દ્ર પિતે જ છે. વળી એ પણ કહેવું જોઈએ કે આ વિશ્વની નિયામક શક્તિ તમે માની લે છે એવી વૈષમ્ય અને નણ્યવાળી– અન્યાયી અને ક્રર–નથી. તમે હરિશ્ચન્દ્રને સ્ફોટો માન્યો છે તે ભલે મા. એ શક્તિએ એના ઉપર એને લાયક કસોટીના પ્રસંગ નાંખ્યા છે, અને તમારે લાયક તમારા ઉપર નાંખ્યા છે. બંને પોતપોતાના પ્રસંગમાંથી પાર ઉતરે, એટલે બંનેનો જય સમાન થાય છે.
એટલું તે ખરૂ કે કષ્ટ વિના રાજ્ય નથી. હમણાં થોડા જ દહાડા ઉપર તમે વાંચ્યું હશે કે જાપાનીઓએ કિચાઉ અને નાનશાનની સંગીભૂમિમાંથી રશિયનેને હઠાવ્યા. સાધારણ રીતે તે લઢાઈમાં એક લશ્કર બીજા લશ્કરના પડખા તરફથી હલો કરે છે; પણ એવા વિકટ પ્રસંગે પણ આવે છે કે જ્યારે દુશ્મન સાથે હામે સ્વામી આંખ મેળવી લઢવું પડે છે. માર્ગ સાંકડો હોય છે, અને દુશ્મની “ટ્રેચિંઝ”—ખાઈ–ઉપર ચાલીને જવું પડે છે. જ ખાસ પિપાક; “પટોળી; પ્રેમની પટોળાએ ભેજાનો શબ્દ છે.