________________
૩૩૨
વેદ, વેદાર્થ અને વેદના દે
કર્મપૂજા શરૂ થઈ પણ ઉપર કહ્યું તેમ, વેદના શબ્દો તે લોકભાષાના શબ્દો પણ હોઈ એને અર્થ પ્રતીત થયા વિના રહેતો નહોતો. અને તેથી આ યાજ્ઞિકની સાથે સાથે જ બીજા વિચારકે ઘણા હતા, જેઓ વેદના દેવ વિષે જુદે મત ધરાવતા હતા. તેમાં એક વર્ગ (૨) ઐતિહાસિક ને હતોતેઓના મત પ્રમાણે દેવો એ યજ્ઞના મન્વના વિનિયોગ માટે કલ્પાએલાં સો નથી, પણ “ઐતિહાસિક” એટલે કે “ખરેખર હતા એવા–અર્થાત્ યજ્ઞથી સ્વતન્ત્ર વાસ્તવિક વ્યક્તિઓ છે. (૩) ઋષિઓએ પ્રકૃતિનાં તે તે દામાં જે જે ચૈતન્યને પ્રકાશ (ધાત્વમાં “દેવ) જે તેને તે તે દશ્યને અનુસરતું નામ તેઓએ આપ્યુંઃ એમ એક ત્રીજા અકર્તા જેઓ “ના” કહેવાય છે તેઓનું કહેવું છે. આ નૈક્તોએ (શબ્દના ધાત્વર્થ ઉપરથી અર્થનું નિર્વચન કરનારા વર્ગ) પ્રકૃતિનાં દાના, અને તેથી દેવોના, તેઓના સ્થાનભેદે કરી ત્રણ વર્ગ પાડ્યા છે. પૃથ્વી સ્થાનના, અન્તરિક્ષ (મધ્યમ) સ્થાનના અને દુસ્થાનના. વર્ગ પાડ્યા પછી પણ તે તે સ્થાનને એક એક તેજેરૂપ પદાર્થ જોઈ ત્રણ વર્ગને ત્રણ દેવામાં સમાવેશ કરી દીધું. આ પ્રમાણે પૃથ્વીને તે રૂપ પદાર્થ અગ્નિ, અને તેથી પૃથ્વીને એક દેવ, જિ. અન્તરિક્ષને તે રૂપ પદાર્થ વિદ્યુત (વીજળી), અને તેથી વીજળી અને વૃષ્ટિના અધિષ્ઠાતા વાયુ વે ઇન્ક, એ બીજો અતરિક્ષ સ્થાનને દેવ; અને ઘુસ્થાનને તેજે રૂપ પદાર્થ સૂર્ય એ ત્રીજે, દુસ્થાનને દેવ. આ દેવત્રયીને સિદ્ધાન્ત “નૈક્તો એને હતે. પણ વસ્તુતઃ જે નિર્વચનપદ્ધતિએ વેદાર્થ કરનારા હેઈ નૈક્ત” કહેવાતા તેને આ “દેવત્રયી”ના સિદ્ધાન્ત સાથે કાંઈ તાત્ત્વિક સંબન્ધ નથી. નિર્વચનપદ્ધતિએ દાર્થ કરવા છતા પણ એકદેવવાદ સંભવી શકે છે. તાત્પર્ય કે નિર્વચન કરનારા પ્રાચીન “નૈક્તો” સર્વ દેવને ત્રણ દેવરૂપે નિરૂપણ કરતા એ માત્ર એક એતિહાસિક હકીકત છે. નિર્વચનપદ્ધતિને અને ત્રણ દેવના સિદ્ધાન્તને કાંઈ આન્તર અને આવશ્યક સંબન્ધ નથી.
યાસ્ક એક પ્રશ્ન એ ચર્ચા છે કે વેદમાં આટલાં બધાં દેવોનાં નામ આવે છે તે બધા મળીને દેવ ત્રણ જ છે એમ કેમ માની શકાય? એને ના પક્ષ તરફથી પિતે ઉત્તર આપે છે કે “તારાં મામારાજા ૩f aહૂનિ નામાનિ અવન્તિ”–દે એવા મહાભાગ છે કે એ એક હેઈને પણ એનાં અનેક નામે હેય છે અને એનાં ઉદાહરણ આપીને યાસ્ક કહે છે કે જેમ કમજેદે કરી એક જ વ્યક્તિ કેટલાય યજ્ઞમાં