________________
જીવાત્મા અને પરમાત્મા
કહે છે કે જે વિચાર કરશે તે જણાશે કે અત્રે “અન્તર–શબ્દના અર્થમાં તાદામ્ય જ આવવું ઘટે છે. એક ચૈિતન્ય બીજા ચૈતન્યને અન્તરૂમાં શી રીતે રહી શકે? “અન્તર્ એ શબ્દ જડ અને સાવયવ પદાર્થ પર જ એના વાચ્ચ અર્થમાં વાપરી શકાય. ચિતન્ય પરત્વે જ્યાં “અન્ત અને “બહિર શબ્દ વપરાય છે ત્યાં એ શબ્દોને અર્થ તત્ત્વ (Reality) અને અતત્ત્વ (દેખાવ–Appearance) થતે આપણે જોઈએ છીએ. એક સાદું ઉદાહરણ લઈએ. ફલાણે માણસ માંહ્યથી–અન્તર્થી–ટે નથી એમ કહીએ છીએ ત્યાં “અન્તરથી ને શું અર્થ હોય છે? અન્તરથી ખોટે નથી એને અર્થે કે એનું તરવ–ખરું સ્વરૂપ –તે સારાપણાનું છે, જો કે એનું અતત્વ નામ દેખાવ તે બેટાપણને છે. વળી જ્ઞાન ઈચ્છા ભાવ વગેરે વૃત્તિઓમાં આત્મા રહેલો છે, એમ જ્યારે કહેવાય છે ત્યારે પણ આત્મા એક અને જ્ઞાન જુદું એમ અર્થ કરવો એ વર્તમાન માનસશાસ્ત્ર (Psychology) ભૂલભરેલું ગણે છે. આત્મા એક અખંડ છે અને તે જ્ઞાનાદિત્તિરૂપે પ્રકટ થાય છે એ આજકાલ સર્વસંમત માનસશાસ્ત્રને સિદ્ધાન્ત છે. એ જ રીતે જીવાત્મામાં પરમાત્મા રહેલો છે એમ કહેવામાં પણ ખરે સિદ્ધાન્ત નિગૂઢ રહેલો છે તે એ જ કે જીવાત્મા એ પરમાત્માને ભાસ છે, એનું પ્રકટ સ્વરૂ૫ છે. જીવાત્માનું આન્તરતમ તત્ત્વ, એને આત્મા, એનું પિતાનું સ્વાભાવિક–આગન્તુક, ઉપાધિકૃત નહિ પણ સ્વાભાવિક–સ્વરૂપ તે પરમાત્મા, એમ ભાવાર્થ સમજવાને છે.
વળી, કહે કે પરમાત્મા તે કેને આત્મા ? પિતાને આત્મા ? પિતાને એટલે? પરમાત્મામાં જે આત્મભૂત વસ્તુ તેને? એ તે પોતે જ આત્મા છે, એને વળી આત્મા કેવો? પિતાને એટલે પરમાત્માના પ્રકટ સ્વરૂપને ? પણ એ પ્રકટ સ્વરૂપ હું તમે સહવર્તમાન બાહ્ય અને આન્તર વિશ્વ સિવાય બીજું શું હોઈ શકે ? એ પ્રકટ સ્વરૂપને એ આત્મા છે, એમ કહેતા હે તે અદ્વૈતવાદીને ઇષ્ટાપત્તિ છે.
વળી, વૈતવાદીઓ પરમાત્માને આત્મા(જીવાત્મા) ને આત્મા ન ભાનતાં, આત્મા(જીવાત્મા)ને જ્ઞાનને વિષય માને છે, અને આ રીતે આત્મા એક અને પરમાત્મા બીજે એમ ત સ્વીકારે છે. પણ પરમા૧ [ રામાનુજાચાર્ય પરમાત્માને જીવાત્માને તેમ જ જગતને આત્મા માને છે, પણ તે પણ વિશિષ્ટ એવા અદ્વૈતને જ માને છે, એમને દૈતવાદી ન કહેવાય. ]