________________
છવામાં અને પરમાત્મા
૩૪૧
તત્ત્વ જ હેતું નથી? ન હોય તે ધર્મોના અસ્તિત્વને અને સ્વરૂપને ખુલાસે જ શી રીતે સંભવે? ધર્મોથી પર તત્વ હેતું નથી એમ કઈ પણ આસ્તિકે–આત્મવાદી અને ઈશ્વરવાદીએ–આજપર્યન્ત કર્યું નથી. બલ્ક, આપણા દેશમાં તેમ જ યુરેપમાં એ સિદ્ધાન્ત નાસ્તિકએ જ સ્વીકાર્યો છે. આ પરિદસ્યમાન જગતની પાછળ કાંઈક હોવું જ જોઈએ એમ માનીને જ ઈશ્વરવાદ ચાલે છે; તથા સુખદુઃખધર્મોની પાછળ આત્મા હે જ જોઈએ એમ આત્મવાદીને અભ્યપગમ છે.*
પણ આ ઉ૫ર તમે કહેશો કે ત્યારે પરમાત્મા ધર્મવાળ–સગુણ સિદ્ધ થયો ! પણ એને ઉત્તર કે કયા નિર્ગુણવાદી વેદાન્તીએ જગતનું કારણ નિર્ગુણ છે એમ કહ્યું? જગતનું કારણ તે હમેશાં સગુણ જ માનવામાં આવે છે. નિર્ગુણવાદમાં સગુણનો સ્વીકાર નથી એમ માનવું જ ભૂલભરેલું છે. એમ હોય તે સગુણને સિદ્ધ કરવા શંકરાચાર્યે સ્થળે સ્થળે જે યત્ન કર્યો છે તે ન કરત. નિર્ગુણવાદીઓનું કહેવું એટલું જ છે કે સગુણવાદીઓ જેમ ગુણ અને ગુણ એવાં બે તત્તવોને છેવટનાં તો ભાની અટકે છે તેમ ન અટકતાં એ બંને ત ને ખુલાસો એક પરમતત્વથી કરવો જોઈએ. સગુણ એ મનુષ્યને ફોસલાવવા માટે એક કલ્પિત ' પદાર્થ શાસ્ત્રકારે ઊભે કર્યો છે એમ નિર્ગણવાદીઓનું કહેવું નથી. જે ગુણ એવો પદાર્થ છે એમ હોય તે સગુણ પણ છે; પણ જે ગુણ એ એને ખુલાસો કરનારા પરમતત્ત્વ રૂપ સમજાઈ જાય, અને એ રીતે સ્વતઃ–સ્વતન્ન--અસ્તિત્વરહિત અનુભવાય, તે પછી સગુણ રહેતું નથી એટલું જ તાત્પર્ય છે.
[ સુદર્શન-ફેબ્રુઆરી ૧૮૯૨ ]
' જેઓ આત્મા અને ઈશ્વરનું અસ્તિત્વ માનતા નથી તેમને એ મનાવવા માટે જુદી દલીલો છે, પણ અત્રે આપણે જે વિચાર આરો છે એ દૈતવાદી આસ્તિકેની સાથે જ છે. તે