________________
૩૩૦
વેદ, વેદાર્થ અને વેદના દેવ
અને
માનવું કવિ
મહિનામાં અર્થને મહિમા ભૂલી ગયા, અને વેદના મન્ચો સમઝવા માટે નથી પણ વેદના બ્રાહ્મણ વિભાગમાં જે યજ્ઞો કરવાના કહ્યા છે તેમાં એ મોને યથાવિધિ ઉચ્ચાર કરો એજ એને ઉપયોગી છે એમ એમનું માનવું થયું. આ મતના એક અગ્રણું તરીકે, નિતકાર યાસ્કે કૌસનું નામ નોંધ્યું છે. કૌત્સ કહે છે કે “૩ાર્થ હિ મન્નાદ”—પરંતુ ઘણું પાશ્ચાત્ય અને અત્રત્ય વિદ્વાને સમઝે છે તેમ, આ શબ્દોનું તાત્પર્ય એ નથી કે મન્ત્રોમાંથી કાંઈ અર્થ પ્રતીત થતો નથી. એવા અપ્રતીતાર્થ શબ્દો તે કૌભે ખાસ ગણાવ્યા છે. તાત્પર્ય એ છે કે કૌત્સના મતે વેદના મન્ટો અર્થ સમઝવા માટે નથી પણ યજ્ઞમાં ઉચ્ચારવા માટે છે. પરંતુ અર્થ સમઝાય છે તે ખરે, એની કૌત્સથી પણ ના પાડી શકાય એમ નથી, કારણ કે કૌત્સને ઉત્તર વાળતાં યાસ્ક કહે છે તેમ “અર્થવત ૨૬સામાન્યત” કારણ કે જે શબ્દ લેકમાં એટલે કે લૌકિક સંસ્કૃતમાં વપરાય છે તે જ વેદમાં સમાન રીતે વપરાયા છે. બેશક કેટલાક શબ્દોને આપણને અર્થ જડતું નથી. પરંતુ તે માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. વાસ્ક કહે છે તેમ “નૈષ કાળજપરા ચમો જ પરથતિ પુજાપરાધ: 8 મતિ”—આંધળો માણસ થાંભલો ન જુવે તેમાં થાંભલાને દોષ નથી, માણસને દેષ છે.”
વેદમાં કેટલાક શબ્દો એવા છે ખરા કે જેનો અર્થ આપણે બિલકુલ જાણતા નથી. કેટલાક એવા છે કે થોડાંક ફાંફાં મારીને ધાત્વર્થ ઉપરથી, બીજા વિકાર ઉપરથી, વા વાક્યમાં સ્થાન જોઈને, વા અનેક વાતમાં
જ્યાં જ્યાં એને પ્રયોગ થયો હોય એ સરખાવીને આપણે એના અર્થને નિર્ણય કરી શકીએ. આમ કેટલાક શબ્દ બાદ કરતાં પણ વૈદિક શબ્દોને બહુ હે જ એ રહે છે કે જેને અર્થ, ઉપર યાસ્કે કહ્યું તે કારણથી– સામાન્યત–આપણે નિશ્ચયપૂર્વક જાણુએ છીએ; અથવા તે નિર્વચનની મદદથી કરાવી શકીએ છીએ. તે ઉપરાંત એ પણ ભૂલવું ન જોઈએ કે હિન્દુસ્થાનમાં ઘણું જ્ઞાન પરંપરાની પ્રણાલીઓ વહેતું આવે છે. બેશક, એ પરંપરાના અર્થ સામે વાજબી કારણ જણાય તે મતભેદ ધરાવો અનુચિત નથી; પણ વર્તમાન વિદ્યાના અભિમાનથી ઉન્મત્ત બની “Los von Sayana” (=સાયણને કાઢે જ કાઢ!”) એમ સાયણાચાર્ય જેવા બહુત અને સંપ્રદાયવિદ્દ ભાષ્યકાર સામે ઉગાર કરો એમાં એ પાત્રાત્ય વિદ્વાને કદાચ સત્ય સામે પાપ નહિ હોય, પણ તેઓની મૂર્ખતા તે છે જ. વસ્તુતઃ એકસમૂલરે સાયણને “આંધળાની