________________
૩૩૬
વેદ, વેદાર્થ અને વેદના દેવો
વિકાને storm myth કહે છે. લોકમાન્ય ટિળક મહાશય આ યુદ્ધને Dawn theoryથી યાને ઉષાનાં વર્ણન રૂપે સમઝે છે. આ ઉપરાંત વેદના ઘણા દેવ વિષ્ણુ, મિત્ર, વરુણ. પૂષા સવિતા વગેરે સૂર્ય દેવ ઈ દેનાં ઘણાં વર્ણનને solar myth તરીકે ઘણું વિદ્વાને ઘટાડે છે. આ ઉપરાંત તારકપૂજા (starworship) સૂર્યચન્દ્રપૂજા-ઉષાનું વર્ણન Dawn theory ઋતુપરિવર્તન ( change of seasons) વગેરેથી વેદની કથાઓને ખુલાસે કરે છે. અસલના “એતિહાસિકે ”ને મળતી એક Anthropological અર્થપદ્ધતિ પણ છે જે માને છે કે વીર મનુષ્યો તે તે દેવને નામે પૂજાતા હતા. વસ્તુતઃ આમાંના ઘણા ભેદ હાલના વિજ્ઞાનેની ઐસીરિઆ, ખાદીઓ વગેરે પાશ્ચાત્ય દેશોના પ્રાચીન ધર્મના ઈતિહાસની સમઝણ ઉપર ઘડાયા છે. પરંતુ એમાં બે ત્રણ વાતનું વિસ્મરણ થયું છે; એક તે એ ધ્યાનમાં રખાયું નથી કે ધર્મનાં બીજ એક નહિ પણ અનેક હોય છે અને બીજું, એ ભૂલાઈ જાય છે કે ધર્મ એ કેવળ ભાનસ વિકાર નથી, પણ સત્યને પ્રકાશ છે, અને તેથી શા શા પદાર્થો જોઈ મનુષ્યના ચિત્તમાં ધર્મની વૃત્તિ કુરે છે એ પ્રશ્ન નથી, શા શા પદાર્થોદ્વારા મનુષ્ય સત્યનું દર્શન કર્યું છે એ જોવાનું છે, અને તેથી સૂર્યપૂજા, અગ્નિપૂજ, વીરપૂજા–એ સર્વે તે તે પ્રતીકરૂપે પરમાત્માની જ પૂજા છે; સૂર્ય અગ્નિ આદિ કેવળ પ્રતીક માત્રની પૂજા નથી; જો કે શબ્દ બચાવવા માટે આપણે સૂર્યદ્વારા પરમાત્માની પૂજા એવી શબ્દાવલિ પ્રજવાને બદલે સૂર્યપૂજા એ ટૂંકે શબ્દ વાપરીએ છીએ. “હું વિમ્ तिमलू सत्वं श्रीमदूर्जितमेव वा। तत्तदेवावगच्छ त्वं भम तेजॉश. સમવ” એ ભગવદ્ગીતાના વચનમાં ધર્મના મૂળનું પૂર્ણ તત્વજ્ઞાન સમાએલું છે.
પાત્ય વિદ્વાન બાજી ભૂલ એ કરે છે કે એમને ધર્મમાં ઈશ્વરની કલ્પના કેવલ જગતથી અતિરિક્ત, (transcendental) રૂપે હોવાથી જગતરૂપે (iinnmanent) કરવામાં આવતા એને વર્ણનમાં એ કેવલ જગત જ જુવે છે અને ઈશ્વરને અવગણે છેઃ જેમકે સુપે પરમાત્માની પુજ એ એમની દષ્ટિએ સુપૂજા જ દેખાય છે. આમ હોવાથી જગતની
અનેક પદાર્થોમાં અને શક્તિઓમાં ઋષિઓ જે અનેકવિધ પરમાત્માનું દહન કરે છે, એ બને અને દેવાદરૂપે જ ભાસે છે. પણ આપી પરનાદનની વિધિ એઓ કયાનમાં રાખે તો જ વેદના ધર્મનું ખર