________________
વેદ, વેદાથૅ અને વેદના દેવા
૩૩૫
વામાં આવ્યા છે; અને અગ્નિ એ યજ્ઞના દેવામાં મુખ્ય હોઈ “ અનાદિષ્ટ દેવતા” વાળા મન્ત્ર સધળા અગ્નિના છે એમ ખીજા મતનું સમર્થન કરવામાં આવ્યું છે. અગ્નિ નરાશ ́સ ' એટલા માટે કે મનુષ્ય માત્ર એની સ્તુતિ કરે છે; અને યજ્ઞપુરુષ વિષ્ણુ, તેથી યજ્ઞની પૂજા એટલે વિષ્ણુપૂજા. અને વિષ્ણુ તે સૂર્ય, તેથી વિષ્ણુપૂજા એટલે સૂર્યપૂજા સમઝીએ તે તો ઉપર કહેલા એક પક્ષ Fireworship ( અગ્નિપૂજા )ના અને ખીજે Sunworship ( સૂર્યપૂજા) ના. અને અગ્નિ સૂર્ય બંને મનુષ્યજાતિના મૂલ દેવ હોઈ એ ‘ અનાદિષ્ટ દેવતા ’ વાળા મન્ત્રની દેવતા તરીકે ગણાવા યાગ્ય છે.
66
આ પ્રમાણેના વેદના દેવા સંબંધી પ્રાચીન મત દર્શાવી એને અચીન વિદ્વાના કેટલે અંશે સ્વીકાર કરે છે એ જોઇએ. આપણે ઉપર જોયું કે વૈજ્જતા નિર્વચનપદ્ધતિએ શબ્દોના અર્થ કરે છે, એટલું જ નહિ પણ વેદના દેવા સંબંધી પણ એમણે અમુક વિચાર પ્રકટ કર્યો છે. તેમાં એમનું મુખ્ય દૃષ્ટિબિન્દુ પ્રકૃતિ ( Nature )માં પરમાત્માનું દર્શન કરવાનું છે. એ પ્રકૃતિના ત્રણ ખંડ છે; પૃથ્વી, અન્તરિક્ષ અને વુ. અને તે પ્રમાણે એમને મતે દેવા ત્રણ છે. વેદમાં ઇન્દ્ર અને વૃત્રનું યુદ્ધ વર્ણવ્યું છે, એ અમુક ઐતિહાસિક-વાસ્તવિક—અસુર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ છે એમ ‘‘ઐતિહાસિકા' માને છે. તેમ ન માનતાં નૈતો એને અન્તરિક્ષમાંથી થતી વૃષ્ટિનુ આલંકારિક વાણીમાં કરેલું વર્ણન સમઝે છે. ચાક લખે છેઃ
“तरको वृत्रः ? मेघ इति नैरुक्ताः त्वाष्ट्रोऽसुर इत्यैतिहासिकाः अपां च ज्योतिषां च मिश्रीभावकर्मणो वर्षकर्म नायते તોપમાજૈન યુવાં મવન્તિ।” એ નૃત્ર' કાણુ ? મેધ એમ નૈરુતો કહે છે. ત્વષ્ટાના પુત્ર, એક અસુર એમ ઐતિહાસિકાનું માનવું છે. જળ અને તેજ મેનું મિશ્રણ થઈને વૃષ્ટિ થાય છે એની ઉપમારૂપે યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે એમ નેતોના મત છે.” અર્થાત્ ટીકાકાર સમઝાવે છે તેમ, વાયુથી વેષ્ટિત ઈન્દ્રરૂપી વિદ્યુતના જ્યાતિથી જ્યારે જળ તપે છે ત્યારે જળ પૃથ્વી ઉપર પડે છે. અથવા વિદ્યુતરૂપી વજ્રથી વૃષ્ટિને દેવ ઇન્દ્ર જ્યારે મેધરૂપ વૃત્રના દેહ ચીરે છે, ત્યારે જળ પડે છે. અન્યત્ર, એ જ જળની ધારાઓ રૂપી ગાયાને વૃત્રે મેધરૂપી દુર્ગમાં પૂરી હતી, એને વૃષ્ટિના દેવ ઇન્દ્રે છેડાવી એવી કલ્પના કરી છે. આને કેટલાક અર્વાચીન પાશ્ચાત્ય